♥ લેપટોપ, મોબાઇલ, એટીએમના સ્ક્રીન વગેરે આંગળીના ટેરવાથી સંચાલિત થાય છે. નાના બાળકના હાથમાં મોબાઇલ આપો તો તે પણ તેના સ્ક્રીન પર આંગળી ફેરવવા લાગે એટલી જાણીતી આ ટેકનોલોજી છે.
♥ ટચસ્ક્રીનની શોધ સેમ્યુલ હર્ટઝ નામના વિજ્ઞાનીએ ૧૯૭૦માં કરી હતી. તેમાં ટચસ્ક્રીનની સપાટી હેઠળ અલ્ટ્રાસોનિક તરંગો વહેતા હોય છે. તમે જ્યાં આંગળી મૂકો ત્યાં આ તરંગોમાં વિક્ષેપ પડે અને આ વિક્ષેપના આધારે સેન્સર અને કન્ટ્રોલર કામ કરવા લાગે છે. આમ આપણી આંગળી માઉસનું કામ કરે છે.
♥ ટચસ્ક્રીન ત્રણ પ્રકારના હોય છે. અલ્ટ્રાસોનિક તરંગો વાળા, વીજભાર વાળા અને બે વીજભારવાળા.
♥ વીજભારવાળા સ્ક્રીનની સપાટી નીચે બે પડ વચ્ચે હળવો વીજપ્રવાહ વહેતો હોય છે. આપણી આંગળી મૂકીએ ત્યાં વીજભારમાં ફેરફાર થાય. આપણી આંગળીનું તાપમાન વાતાવરણ કરતાં વધારે હોવાથી તે વીજભાર પર અસર કરે છે. શિયાળામાં આપણી આંગળી ઠંડી થઇ ગઇ હોય ત્યારે ટચસ્ક્રીન બરાબર કામ કરતા નથી, તે તેમને અનુભવ હશે. મોબાઇલ ફોનમાં ટચસ્ક્રીન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Thursday, 28 January 2016
♥ આંગળીના ટેરવાની કમાલ : ટચસ્ક્રીન ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.