આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 3 January 2016

♥ માનવ શરીરની અંદર નજર નાખવાની અદભુત ટેકનોલોજી ♥

જૂના વખતમાં ડોક્ટરો અને વૈદ્યો માનવ શરીરની નાડી, જીભ, શરીરનો રંગ અને અન્ય લક્ષણો ઉપરથી બીમારીનું નિદાન કરતા.

હૃદયના ધબકારા સાંભળવા માટે સ્ટેથેસ્કોપ શોધાયું પરંતુ આજે તબીબી જગત પાસે વિવિધ પ્રકારની અદ્ભુત ટેકનોલોજી છે કે જેના દ્વારા મનુષ્યના શરીરની અંદર નજર નાખી શકાય છે. કેટલીક ટેકનોલોજીનો ટૂંકો પરિચય મેળવવો રસપ્રદ બનશે.



•••♣ એક્સ-રે ♣•••

એક્સ-રે ઇલેક્ટ્રો મેગ્નેટિક કિરણો છે. પ્રકાશના કિરણ જેવા આ કિરણો અદૃશ્ય હોય છે અને નરમ માંસપેશીઓમાંથી પસાર થઈ શકે છે. હાડકા અને સખ્ત પદાર્થોમાંથી તે પસાર થતા નથી. એક્સ-રે દ્વારા શરીરમાંના હાડકા કે ફસાઈ ગયેલી ધાતુની ચીજોની તસવીરો લઈ શકાય છે.



••• ♣ એમ.આર.આઇ. ♣ •••

મેગ્નેટિક રિસોનન્સ ઇમેજિંગ એક સ્કેનિંગ મશીન છે. તેમાં શક્તિશાળી મેગ્નેટની મદદથી શરીરમાંના પાણીના અણુઓમાંથી રેડિયોવેવ ઉત્પન્ન કરાય છે. આ રેડિયો વેવને કમ્પ્યુટર દ્વારા તસવીરમાં ફેરવી શકાય છે. મગજના એમ.આર.આઇ.થી તેમાં ગાંઠ છે કે કેમ તે જાણી શકાય છે.



••• ♣સી.ટી. સ્કેન ♣ •••

કમ્ય્યુટરાઇઝ્ડ ટ્રોમોગ્રાફી સમગ્ર શરીરને એક્સ-રેના કિરણ વડે સ્કેન કરે છે. વિવિધ ખૂણેથી આવેલા કિરણો દ્વારા શરીરના આંતરિક અવયવોની ૩-ડી તસવીર લઈ શકાય છે.



••• ♣ અલ્ટ્રા સાઉન્ડ ♣ •••

ઊંચી માત્રાના ધ્વનિતરંગો દ્વારા અલ્ટ્રાસાઉન્ડ પદ્ધતિથી શરીરમાં અવાજના મોજા દાખલ કરીને તે અવયવો સાથે અથડાઈને પાછા ફરે તેને કમ્પ્યુટરમાં ઝીલીને તસવીરમાં ફેરવી શકાય છે.



••• ♣ એન્ડોસ્કોપ ♣ •••

એન્ડોસ્કોપ પાતળી રબરની નળી જેવું સાધન છે. તેના છેડે નાનકડો કેમેરા હોય છે. કેમેરાવાળા છેડાને માનવ શરીરની ચામડી પર છિદ્ર પાડી અંદર પ્રવેશ કરાવાય છે. કેમેરા દ્વારા આંતરિક અવયવોની તસવીર લઈ શકાય છે.



••• ♣ લાઇટ માઇક્રોસ્કોપ ♣ •••

લાઇટ માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શરીરના વિવિધ ભાગોમાંથી લીધેલા સેમ્પલને લાખો ગણા મોટા કરીને બતાવે છે. આમ વિવિધ સેમ્પલનું બારીકાઈથી નિરીક્ષણ કરી શકાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.