આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 7 December 2015

♥ માઈક્રોબાયોલોજીનો પિતામહ - સર્જી વિનોગ્રાસ્કી ♥





♦પૃથ્વી પર નરી આંખે નહીં દેખાતા સુક્ષ્મ બેક્ટેરિયાનું વિશ્વ અનોખું છે. કેટલાક બેક્ટેરિયા પર્યાવરણ માટે ઉપયોગી છે. પૃથ્વી પરની લીલી હરિયાળી આવા બેક્ટેરિયાને આભારી છે. જમીનમાં રહીને તે ખાતર બનાવે છે.

♦ આ સુક્ષ્મ જીવોનું જીવનચક્ર અને જીવન વિશિષ્ટ છે. વનસ્પતિ સૂર્ય પ્રકાશમાં ફોટોસિન્થેસીસ વડે ખોરાક મેળવે છે પરંતુ કેટલાક સુક્ષ્મ જીવ કેમોસિન્થેસિસ દ્વારા રાસાયણિક પ્રક્રિયાથી ખોરાક બનાવી વિકાસ પામે છે. આ અનોખા જીવનજગતની શોધ સર્જી વિનોગ્રાસ્કી નામના વિજ્ઞાનીએ કરેલી.

♦ સર્જીનો જન્મ ઈ.સ. ૧૮૫૬ના સપ્ટેમ્બરની પહેલી તારીખે રશિયાના કિવ શહેરમાં થયો હતો. હાલમાં આ શહેર યુક્રેનમાં છે. તેના પિતા સ્થાનિક બેન્કમાં મેનેજર હતા. સર્જીનો પરિવાર સુખી અને સમૃધ્ધ હતો.

♦ સર્જીને સમૃધ્ધ પરિવારના બાળકને મળે તે રીતે લેટીન અને ગ્રીક ભાષામાં ઉચ્ચ શિક્ષણ મળ્યું હતું. જો કે સર્જીને આ અભ્યાસ કંટાળાજનક લાગતો. તેમ છતાં તે તેની સ્કૂલમાં પ્રથમ નંબરે રહેતો. ૧૭ વર્ષની ઉંમરે તેણે કિવ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ શરૃ કર્યો. તે પણ કંટાળાજનક લાગતા તેણે વિજ્ઞાનનો અભ્યાસ શરૃ કર્યો. તેમાં પણ સફળતા મળી નહીં.

♦ અંતે તેણે સેન્ટ પિટ્સબર્ગ જઈને સંગીત શિખવાનું શરૃ કર્યું. તેમાં પણ સફળતા મળી નહીં અંતે સેન્ટ પિટ્સબર્ગમાં જ વિજ્ઞાાન ભણવાનું શરૃ કર્યું. અહીં તેને ઉચ્ચ કોટિના વિજ્ઞાનીઓ પાસે ભણવા મળ્યું. ૨૪ વર્ષની ઉંમરે તેણે બોટનીમાં ડિગ્રી મેળવી. તે પ્રસિધ્ધ થયો. જર્મનીની સ્ટ્રાસવોર્ગ યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાયો.

♦ તેને સુક્ષ્મ જીવોનો અભ્યાસ કરવાનો શોખ હતો. તેણે દેશ વિદેશમાં ફરી પાણી તેમજ ગંદા પાણીમાં પેદા થતા બેક્ટેરિયાના અભ્યાસ કરી કેમોસિન્થેસીસની પ્રક્રિયાની શોધ કરી. તેણે ઘણા નવા બેક્ટેરિયા પણ શોધ્યા. રસીના શોધક લૂઈ પેશ્ચરે તેને પોતાની લેબોરેટરી સંશોધક તરીકે બોલાવ્યો. ત્યાં તેણે મહત્ત્વના સંશોધનો કર્યા. ૯૩ વર્ષની ઉંમરે તેણે એક પુસ્તક પ્રસિધ્ધ કરેલું. ૧૯૫૩ના ફેબ્રુઆરીની ૨૫ તારીખે તેનું અવસાન થયેલું.
 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.