♥ દરિયાઈ જીવનમાં સૌથી લાંબુ લાયન્સ મેન જેલીફિશ છે તે ૬૦ મીટર લાંબી હોવાનું નોધાયું છે.
♥ કેરેલિયન સમુદ્રની મડકિયર માછલી દરિયાકાંઠે કાદવમાં રહે છે અને જરૃર પડયે ઝાડ પર પણ ચઢી જાય છે.
♥ વેનેઝુએલાના તળાવમાં રહેતી કીલીફિશ તળાવનું પાણી સુકાઈ ગયા પછી પણ બે મહિના સુધી જીવીત રહે છે.
♥ વાઈપર ફિશને મોંમા આગળ લંબાયેલા અણિયાળા દાંત હોય છે તે તીરની જેમ શિકાર તરફ ધસી જઈને દાંત ખોસી દે છે.
♥ કોસ્મોપોલીટન સેઈલ ફિશ ચિત્તા કરતા પણ વધુ ઝડપી છે તે પાણીમાં કલાકના ૧૧૦ કિલોમીટરની ઝડપે તરે છે.
♥ વ્હેલ માછલી તેની આંખના ડોળા ફેરવી શકતી નથી. તેને બીજી દિશામાં જોવા માટે આખું શરીર ફેરવવું પડે છે.
♥ શાર્કની ચૂઈમાં પાણીમાં પ્રવેશ પછી તેને સતત તરતા રહેવું પડે છે. જો અટકી જાય તો ડૂબી જાય છે.
♥ વ્હેલના બચ્ચા દરરોજ માતાનું ૨૦૦ લીટર દૂધ પીવે છે અને તેના વજનમાં દરરોજ ૯૦ કિલોનો વધારો થાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.