આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 19 December 2015

♥ સૂર્યમુખીનું ફૂલ સૂર્ય સાથે ગોળ ગોળ કેમ ફરે છે ? ♥



સૂર્યમુખીનું ફૂલ હંમેશાં સૂર્ય પ્રકાશ તરફ જ મોં રાખે. સૂર્ય પૂર્વમાંથી ઊગીને બપોરે માથે ચઢે અને સાંજે પશ્ચિમમાં આથમે તેની સામે સૂરજમુખીનું ફૂલ પણ ફરે છે.

દરેક વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી ખોરાક મેળવે છે એટલે સૂર્યપ્રકાશનું આકર્ષણ વધુ હોય છે. સૂર્યમુખીના છોડમાં આ આકર્ષણ વધારે છે પરંતુ તે દિશા કેવી રીતે બદલે છે તે પણ જાણવા જેવું છે.

સૂરજમુખીની આ લાક્ષણિકતાનું રહસ્ય તેની દાંડીમાં છે. સૂર્યના કિરણો દાંડી પર એક તરફ પડતા હોય છે. દાંડીનો પાછળનો ભાગ છાંયડામાં હોય છે.

આમ દાંડી એક તરફ ગરમ થાય છે ત્યારે તેમાંથી ઓક્સીન નામનું દ્રવ્ય નીકળીને દાંડીના છાંયડાવાળા ભાગમાં વહે છે આ રસાયણથી દાંડી પણ તે તરફ ઝૂકે છે. સૂર્યપ્રકાશની સાથે દાંડીમાં આ દ્રવ્ય ધીમે ધીમે સરકતું જાય છે અને દાંડી તે તરફ ઝૂકે છે એટલે ફૂલ સૂર્યપ્રકાશ તરફ જ રહે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.