આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 26 November 2015

♥ એક વિચિત્ર ગામ ♥




♦ માંડવીના ધોકડા ગામે ૫૦૦ વર્ષથી કોઈ દૂધ વેચતું નથી.

♦ પૂર્વજોએ ઓલિયાને આપેલું વચન નિભાવવા કચ્છના
ઓલિયાએ મૂકેલી શરતો મુજબ ડબલ માળ કે છતવાળું મકાન નથી

♦ કોઈ શિકાર કરતું નથી કે ઢોલિયાનો ઉપયોગ પણ નથી કરતું.

♦ જેમના ઘેર ઢોર-ઢાંખર ન હોય તેમને મફત દૂધ અપાય છે.


માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં દૂધના ભાવમાં અવારનવાર ઓચિંતો ભાવવધારો થાય છે ને ત્યારે મોંઘવારીથી કંટાળેલા લોકો વધુ મૂંઝાઈ જાય છે, પણ ડેરીઓવાળા નફો રળવા ડીઝલ-પેટ્રોલની જેમ ભાવ વધારતા જ જાય છે ત્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ધોકડા ગામમાં ૨૫૦ જેટલા પશુઓ છે છતાં ૫૦૦ વર્ષથી અહીં કોઈ દૂધ વેચતું નથી એટલું જ નહીં જેમને ત્યાં ઢોર-ઢાંખર ન હોય એમને મફત દૂધ અપાય છે.

ધોકડા ગામના ઈતિહાસમાં ડોકિયું કરતા જાણવા મળે છે કે, આ ગામના પૂર્વજો સેદાણી નામના એક ઓલિયાના વચને બંધાયેલા છે તેથી ગામમાં કોઈ એમનું વચન તોડવાની હિંમત નથી કરતું, કારણ કે અગાઉ જ્યારે પણ કોઈએ પૂર્વજોએ આપેલું વચન તોડવાની કોશિશ કરી છે ત્યારે નુકસાન ભોગવવું પડયું છે.

૫૦૦ લોકોની વસતિ ધરાવતા આ ગામમાં ૨૫૦ જેટલાં પશુઓ છે છતાં દૂધ ન વેચવા ઉપરાંત બીજી પણ કેટલીક વિચિત્ર શરતો છે જેનું ગામ લોકો ચુસ્તપણે પાલન કરે છે. દૂધ ન વેચવા ઉપરાંત ગામની બીજી પણ ખાસિયતો છે જેમાં ડબલ માળનું કે છતવાળું મકાન કોઈ બનાવતું નથી. કોઇ કયારેય પશુઓનો શિકાર કરતું નથી. ઢોલિયાનો એટલે કે ખાટલાનો ઉપયોગ કોઈ કરતું નથી અને ઓલિયાના પરિવારનું પાલન પણ કર્યું. ગામના સરપંચ અને ગ્રામવાસીઓના જણાવ્યા પ્રમાણે વર્ષો પૂર્વે તેમના ગામની બાજુમાં સિંધથી આવેલા એક ઓલિયા ફકીરને લોકોએ ધોકડા, વાંઢ અને અન્ય ગામોના લોકોએ પોતાના ગામમાં રહેવા માટે વિનંતી કરેલી ને તે વખતે તેમણે કહેલું કે, 'મારી પાંચ શરતો સ્વીકારો તો ગામમાં રહું.' પરંતુ ગામ લોકોએ શરતો સ્વીકારી નહીં પરંતુ ધોકડા ગામના પૂર્વજોએ શરત સ્વીકારી તેથી તે ફકીર ધોકડા ગામમાં રોકાઈ ગયા.

આ વાતને આજે તો વર્ષો વીતી ગયા છે. હવે એ ઓલિયા પણ નથી છતાં એમને આપેલું વચન આજે પણ ધોકડા ગામના લોકો પાળે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.