આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 25 October 2015

♥ ENGLISH GOVERNORS & VICEROYS ♥


♦ લોર્ડ કેનિંગ ( 1858- 1862) ♦

- તાજનો પ્રથમ પ્રતિનિધિ- વાઇસરોય, વાર્ષિક 500 રૂપિયાથી વધુ આવકવાળા પર 5 ટકા આવકવેરો દાખલ, પ્રથમ કાયદા આયોગની સ્થાપના કરી.
- 1858ના હિંદની અધિક સારી સરકારને કાયદા હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સઘળી સતા તાજને હસ્તક, રાણી વિકટોરિયાનો ઢઢેરો , સેનાનું પુનર્ગઠન, તોપખાના પર અંગ્રેજોનું નિયંત્રણ સ્થાપિત કર્યું.
- ખેડૂતોના હિત માટે 1854માં બેગાલ રેન્ટ એક્ટ પસાર કર્યો.
- ‘1861ના હિંદી ધારાસભાઓનો કાયદો’ એ કેનિંગની મહાન સિદ્ધિ .
 
♦ લોર્ડ એલ્ગિન પહેલો ( 1862- 1863) ♦
 
- પંજાબમાં અંબાલાના ઘાટમાં અંગ્રેજસેના અને વહાબીઓ વચ્ચે સંઘર્ષ.
 
♦ સર રોબર્ટ નેપિયર ( 1863: કામચલાઉ) ♦

♦ સર વિલિયમ ટેનીસન ( 1863: કામચલાઉ) ♦

♦ લોર્ડ લોરેન્સ (1864- 1869) ♦
 
- અફઘાનો પ્રત્યે અપનાવેલી ‘ કુનેહ્પ્રૂર્ણ નિષ્કિયતા’ની નીતિ, પંજાબ ટેનન્સી એક્ટ (1868) અને અવધ ટેનન્સી એક્ટ પસાર.
- બારી દોઆબ નહેર પ્રૂર્ણ, રોગો ડામવા સેનેટરી કમિશનની નિયુક્તિ, જેલ સુધારણા માટે એ.એ.રોબર્ટ્સની નિમણુંક.
- 1865-66 માં પ્રવર્તતી શિક્ષણની સ્થિતિની તપાસ કરવા સરકારના સચિવ એ.એમ.મોન્ટીથની નિયુક્તિ.
 
♦ લોર્ડ મેયો ( 1869- 1872) ♦
 
અફઘાન શેરઅલી અને મેયો વચ્ચે અંબાલા મુકામે મુલાકાત, પ્રથમ વસ્તી ગણતરી ( 1871), ખેતીવાડી ખાતાની સ્થાપના.અજમેરમાં ‘મેયો કૉલેજ’ અને રાજકોટમાં ‘રાજકુમાર કૉલેજ’, દુષ્કાળ સામે રેલ્વે અને નેહેરોનું બાંધકામ શરૂ, 1872 નો બોમ્બે મ્યુનિસિપલ એક્ટ.
 
♦ સર જહોન સ્ટ્રેચી (1872: કામચલાઉ) ♦

♦ લોર્ડ નેપિયર મરચિસ્ટાઉન (1872: કામચલાઉ) ♦
લોર્ડ નોર્થબુક (1872- 1876) :-
 
- પંજાબમાં કૂકા ચળવળ પુર જોશમાં, આવક વેરો રદ કર્યો, સુએઝ નહેરને ખુલ્લી મૂકી, અલીગઢ ખાતે મુસ્લિમ એગ્લો-વર્નાક્યુલર કૉલેજ સ્થાપનાને સર સૈયદ અહમહની યોજનાને સરકારી ટેકો.
- 1874 માં બંગાળમાં પડેલા દુષ્કાળ સામે લેવાયેલા સરકારી પગલાં અને છેલ્લે 1875માં પ્રિન્સ ઓફ વેલ્સે ભારતની મુલાકાત લીધી.
 
♦ લોર્ડ લીટન (1876-1880) ♦
 
- વર્નાક્યુલર પ્રેસ એક્ટ-(1878) અને ઇન્ડિયન આર્મ્સ એક્ટ પસાર કર્યો.
- અલીગઢ યુની.નો પાયો નંખાયો, મહારાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞનું બિરુદ અપાયું.
- બીજો અફઘાન વિગ્રહ (1878-80), સર –રીચાર્ડ સ્ટ્રેચીના પ્રમુખપદે દુષ્કાળપંચની નિમણુંક.
 
 
♦ લોર્ડ રિપન (1880-1884) ♦
 
- સ્થાનિક સ્વરાજ્યના પિતાનું બિરૂદ મેળવનાર, 1882માં વર્નાલ્પુકર પ્રેસ એક્ટની નાબૂદી, કેળવણી ઉપરપ ‘હંટર કમિશનની નિયુક્તિ’ (1882), પંજાબ યુનિવર્સીટીની સ્થાપના.
- પ્રથમ ફેક્ટરી એક્ટ (1881), ઈલ્બટ બીલ પસાર –સામે ભારે વાદવિવાદ, નાણાકીય વિકેન્દ્રીકરણને લગતો સુધારો.
 
♦ લોર્ડ ડફરીન (1884- 1888) ♦

- હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના (1885) કરી, ત્રીજો બર્મી વિગ્રહ (1885).
 
♦ લોર્ડ લેન્સડાઉન ( 1888-1893) ♦
 
- 1892માં હિંદી સમિતિઓનો ધારો પસાર, મણીપુર, સિક્કિમ અને કશ્મીર જેવા દેશી રાજ્યો સાથેના સંબંધો, નવો ફેક્ટરી ધારો (1891), વયમર્યાદા ધારો (1891), અને 1884 નો ઓફિસિયલ સિક્રેટ ધારો પસાર.
 
♦ લોર્ડ એગ્લીન બીજો ( 1894- 98:  કામચલાઉ) ♦

♦ લોર્ડ કર્ઝન (1899-19040 ♦
 
- દુષ્કાળ સામે પગલાં લેવા નિમાયેલ એન્થોની મેકડોનાલ્ડ કમિશન, બંગાળમાં પુસા ખાતે ખેતીવાડી સંસોધન સંસ્થાની સ્થાપના.
- સર થોમસ રોન અધ્યક્ષપદે કેળવણી કમિશન નિયુક્તિ (1904),
- 1905માં બંગાળના ભાગલા, વાયવ્ય સરહદ પ્રાંતની રચના.
- પહેલો કમિશન હતો લેફ્ટેનન્ટ કર્નલ ડીન, વિદેશનીતિક્ષેત્રે અફધાનિસ્તાન, તિબેટે વગેરે મામલાઓ સંકળાયેલ, તેના કાર્યોને એક શબ્દમાં રજુ કરી શકાય : કાર્યક્ષમતા

♦ લોર્ડ એમ્પથીલ (1904: કામચલાઉ) ♦
 
♦ લોર્ડ કર્ઝન ( બીજી વખત 1904-05) ♦
 
 
♦ લોર્ડ મિન્ટો બીજો (1905-1910) ♦

- મોર્લ –મિન્ટો સુધારા (1909) મુસ્લિમ લીગની સ્થાપના (1906).
 
 
♦ લોર્ડ હાર્ડીજ બીજો ( 1910-1916) ♦

- 1911માં રાજા જયોર્જની હિંદ મુલાકાત વખતે દિલ્હી દરબાર, બંગાળના ભાગલા રદ અને પાટનગર કલકતાથી ખસેડીને દિલ્હી લઈ જવાની જાહેરાત (1911).
- 1912 થી દિલ્હી પાટનગર બન્યું.
- 1913 ના ઉચ્ચ શિક્ષણને લગતી ભારત સરકારની નીતિ પરિભાષિત કરી.
- 1913 માં સર હાકોટ બટલરનો ઠરાવ, જેના આધારે બનારસ હિંદ વિશ્વવિદ્યાલયનો પાયો નંખાયો-સ્થાપક મદનમોહન માલવિયા.
- મેસોપોટેમીયા ગોટાળો, પૂનામાં તિલક અને મદ્રાસમાં એનીબેસ્ટ દ્વ્રારા હોમરૂલ આંદોલનનો આરંભ, ‘કોમગાટુ મારુ’ નો બનાવ.
 
 ♦ લોર્ડ ચેમ્સફર્ડ ( 1996-1921) ♦

- મોન્ટેગ્યું –ચેમ્સફર્ડ સુધારા (1919), રોલેટ એક્ટ, જલીયાવાલા બાગ, પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત, ખિલાફત ચળવળ અને અસહકારનું આંદોલન, કેળવણીને લગતું સેડલર કમિશન, ત્રીજો અફઘાન વિગ્રહ.
- સરકારે કલકતા વિશ્વવિદ્યાલયનો અધ્યયન કરીને તૈયાર કરવા ડો.એમ.ઈ. ‘સેલડર વિશ્વવિદ્યાલય આયોગ’ નીમ્યું.

 
♦ લોર્ડ રીર્ડીગ (1921-1926) ♦
 
- તે નિમણુંક પહેલા ઈગ્લેન્ડમાં લોર્ડ ચીફ જસ્ટિસનો દરરજો ભોગવતો, વાઇસરોયપદ દરમિયાન ઘણાં સ્થળોએ હડતાલ અને રમખાણો થયેલાં.
- સરકારમાં પ્રવેશીને અંદરથી સરકારને ખોરવી નાખનારા ક્રોગ્રેસમેનો ‘સ્વરાજ્યવાદીઓ’ –સિ.આર.દાસ, મોતીલાલ નહેરુ કહેવાતા.
- નવા બંધારણ હેઠળ ક્રીમું પ્રાંતાની ‘ડાયાર્ચી’ ની કામગીરી અંગે મુડ્ડીમેન કમિટીનો રીપોર્ટ પ્રસિદ્ધ થયો.
 
♦ લોર્ડ લિટન બીજો ( 1925: કામચલાઉ) ♦
 
♦ લોર્ડ ઇર્વિન (1926-1931) ♦
 
- તેના સમયમાં ‘સાયમન કમિશન’ (1927-30) ની નિમણુંક; જે સામે દેશવ્યાપી વિરોધ.
- ક્રોગ્રેસ દ્વ્રારા 1903 ની 26મી જાન્યુઆરીએ ભારત માટે સ્વાતંત્ર્યદિનની ઘોષણા,સવિનય કાનૂન ભંગની લડત; દેશભરમાં શરૂ, નેતા મહાત્મા ગાંધી.
- શૈક્ષણિકક્ષેત્રે પ્રવર્તતા અસંતોષને દૂર કરવા સરકાર દ્વારા 1929 માં સર ફિલિપ હાટોગના અધ્યક્ષપદે સહાયક સમિતિ ની નિમણુંક.
- 1930 માં લંડન ખાતે પ્રથમ ગોળમેજી પરિષદ ભરાઈ, સપ્રૂ અને જયકરના પ્રયાસોથી 1931 માં ‘ગાંધી-ઇર્વિન કરાર’ થયેલ,નહેરુ રીપોર્ટ (1928).
 
 
♦ લોર્ડ વિલિંગ્ડન (1931-1936) ♦
 
- તે પહેલા 1931 થી 1924 સુધી મુંબઈ અને મદ્રાસના ગવર્નર તરીકે કામગીરી બજાવેલ, 1926-30 સુધી કેનેડાના ગવર્નર જનરલ તરીકે રહેલા.
- 1932 ના ઓગસ્ટમાં રામ્સે મેકડોનાલ્ડે ‘કોમીચુકાદાની’ઘોષણા, તેના વિરોધમાં ગાંધીજીના આમરણાંત ઉપવાસ, છેવટે ‘પૂના કરાર’ દ્વારા કોમી ચુકાદામાં કચડાયેલા વર્ગને લગતી જોગવાઈમાં પરિવર્તન.
- 1932માં ‘ત્રીજી ગોળમેજી પરિષદ’, 1935માં હિંદ સરકારનો કાયદો.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.