* અવકાશમાંથી જોઈએ તો આઠે ગ્રહોમાં પૃથ્વી સૌથી વધુ તેજસ્વી દેખાય છે.
* પૃથ્વી પર દક્ષિણ ધ્રુવમાં ૩ થી ૪ કિલોમીટર જાડું બરફનું પડ છવાયેલું છે. ત્યાં હંમેશાં માઈનસ ૭૦ ડિગ્રી તાપમાન રહે છે.
* પર્શિયન અખાતના સમુદ્રનું પાણી સૌથી વધુ ગરમ છે. ઉનાળામાં તેનું પાણી ૩૫ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ગરમ હોય છે.
* પૃથ્વી પર ૫૪૦ જ્વાળામુખીઓ જાણીતા છે. સમુદ્રના પેટાળમાં આવેલા જ્વાળામુખીઓ વિશે પૂરી માહિતી પણ મેળવી શકાઈ નથી.
* સૂર્યમાળાનો સૌથી મોટો જ્વાળામુખી મંગળ પરનો ઓલિમ્પસ મોન્સ ૨૭ કિલોમીટર ઊંચો છે અને ૬૦૦ કિલોમીટર વિસ્તાર રોકે છે.
* સૂર્યમાંથી નીકળતાં પ્રકાશ અને ઊર્જા પૃથ્વી પર આઠ મિનિટમાં પહોંચી જાય છે. પરંતુ સૂર્યના કેન્દ્રમાંથી નીકળતી ઊર્જાને સૂર્યની સપાટી સુધી આવતાં હજારો વર્ષ લાગે છે.
* ન્યૂટ્રોન સ્ટાર બ્રહ્માંડનો સૌથી વજનદાર પદાર્થ છે. તેના એક ચમચી જેટલા જથ્થાનું વજન લગભગ પૃથ્વી જેટલું થાય.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.