♠ માછલી અને કેટલાક જંતુઓ સિવાય દરેક સજીવની આંખ ઉપર પોપચાં હોય છે. પોપચાં આંખનું રક્ષણ કરે છે. ઊંઘ દરમિયાન બંધ થઈને આંખ ઉપર ઢંકાઈ જાય છે.
♠ તમે વાંચતા હો, લખતા હો કે કોઈ પણ સમયે આંખ સતત પલકારા મારે છે. આપણી જાણ બહાર આંખના પોપચાં સતત ઉઘાડબંધ થઈને આંખનું રક્ષણ કરે છે.
♠ આપણે સરેરાશ પાંચ કે છ સેકંડે પલકારો મારતા હોઈએ છીએ. નાજુક પોપચાં સૌથી વધુ કામ કરનારા અવયવ છે. પલકારો મારવા માટે બસો સ્નાયુઓનો ઉપયોગ થાય છે.
♠ આંખની કીકી એક જાતનો લેન્સ છે તેને રક્તવાહિનીઓ જોડાયેલી નથી એટલે તેને ઓક્સિજન મળતો નથી. વાતાવરણમાંથી ધૂળના રજકણો પણ આંખ ઉપર ચોંટે એટલે કીકીને સતત સાફ રાખવી પડે. આંખનો ડોળો ભીનો હોય તો હવામાંથી ઓક્સિજન મેળવી શકે, એ માટે તેની ઉપર પ્રવાહીનું પાતળું પડ જળવાઈ રહે તે જરૃરી છે.
♠ આ કામ આંખના પોપચાં કરે છે. પોપચાં તમે ઇચ્છો ત્યારે ઉઘાડબંધ થઈ શકે છે. પરંતુ જરૃર પડયે તમારી ઇચ્છા ન હોય તો પણ તે પલકારા મારે છે. આંખ ઉપર જરા પણ જોખમ ઉભું થાય કે તરત પોપચાં બિડાઈને તેનું રક્ષણ કરે છે.
♠ આંખના પોપચાં પાંચ પડનાં બનેલાં હોય છે તેમાં મેલાબોમિયમ ગ્રંથિ હોય છે તે ખાસ પ્રકારનું પ્રવાહી પેદા કરી આંખના ડોળા પર ફેરવે છે. પાંપચાંની કિનારી પર એક જ કતારમાં પાંપણો હોય છે. આ પાપણો ધૂળના રજકણો સામે રક્ષણ કરે છે.
♠ ઉપર અને નીચેના બંને પોપચાંને લોહીનો પુરવઠો પૂરો પાડતી રક્તવાહિનીઓ જુદી જુદી હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.