»» પૃથ્વી પર લાખો વર્ષ પહેલાંથી અસ્તિત્વ ધરાવતી મધમાખી જંતુ જગતનો એક વિશિષ્ટ જીવ છે. આ એક જ જંતુ એવું છે કે જે માણસ માટે ઉપયોગી ખોરાક મધ બનાવે છે.
»» મધમાખી સંપૂર્ણ નિર્દોષ છે. તે અન્ય સજીવનો શિકાર કર્યા વિના જ જીવે છે.
»» મધમાખીને ૬ પગ, હજારો લેન્સ ધરાવતી બે આંખો, બે જોડી પાંખ હોય છે. તેના માથા ઉપર વધારાની બે સાદી આંખો પણ હોય છે. મધમાખી સામાન્ય માખી કે મચ્છર કરતાં વધુ તીવ્ર ઘ્રાંણેન્દ્રિય ધરાવે છે.
»» મધમાખીને ગંધ પારખવા માટે ૧૭૦ રિસેપ્ટર હોય છે તે ઘણે દૂરથી ફૂલોની સુગંધ મેળવી શકે છે. મધમાખી એક સેકંડમાં ૨૦૦ વખત પાંખ ફફડાવી ૨૦ કિલોમીટરની ઝડપે ઊડે છે.
»» મધમાખી પરિશ્રમી જીવ કહેવાય છે. ૧ કિલોગ્રામ મધ એકઠું કરવા તેને લગભગ ૧ લાખ કિલોમીટર કરતાંય વધુ પ્રવાસ કરવો પડે છે.
»» મધમાખીનું તલના દાણા જેવડું મગજ તીવ્ર યાદશક્તિ અને ગણતરીબાજ હોય છે. તે નૃત્ય કરી અન્ય મધમાખીને ફૂલોની દિશા સૂચવી શકે છે. મધમાખી ગણતરીપૂર્વક એક સરખા ષટ્કોણ આકારના ખાનાવાળો મધપૂડો બનાવે છે.
»» એક મધપૂડામાં લગભગ ૨૦ થી ૬૦ હજાર મધમાખી હોય છે. મધ એકઠું કરવાનું કામ મજૂર મધમાખી કરે છે. મધપૂડામાં એક રાણી મધમાખી હોય છે તે માત્ર ઇંડાં મૂકવાનું કામ કરે છે. દરેક મધપૂડાની ગંધ જુદી જુદી હોય છે એટલે મધમાખીઓ પોતાનો મધપૂડો ઓળખી શકે છે.
»» મધમાખીનો ડંખ થોડો ઝેરી હોય છે. તે ઉશ્કેરાય તો જ ડંખ મારે છે. મધમાખી મધ ઉપરાંત મધપૂડો બાંધવા માટે મીણ બનાવે છે. આ મીણ પણ સૌંદર્યપ્રસાધનોમાં ઉપયોગી થાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.