★ ૧૭૮૯માં લોગ બરોગ લિન્કેસ્ટશાયરમાં વિલિયમ જોસેફ દ્વારા પ્રથમ કોઈ એક પ્રકારની રેલવે ખુલ્લી મુકાઈ હતી પણ એના વિશે આજે બહુ ઓછાં લોકો જાણે છે.
માલ-સામાનનાં પરિવહન માટે બીજા જોસેફની રેલ્વે Surrey iron Railway હતી, જે ૧૯૦૩માં, લંડનમાં ખુલ્લી મુકાઈ હતી, આ બંને રેલ્વે,(ઇટ્વૈઙ્મુટ્વઅ એટલે રેલપથ)વેગનોને ખચ્ચરો અથવા ગધેડાઓ દ્વારા ખેંચતી હતી.
★ ૧૮૦૪માં વેલ્સમાં સર્વપ્રથમ લોકોમોટિવ દ્વારા એટલે કે વરાળયંત્રનાં એન્જિન દ્વારા રેલપથ પર ગાડી દોડી હતી એવો એક મત છે અને આ જ રેલવેમાં થોડા સમય પછી Carriage(મુસાફર યાન)માં બેસી પ્રવાસીઓએ પ્રવાસ કરેલો. આ બંને Carriages(મુસાફર યાનો) અને Railway (રેલપથ-રેલપાટા)ની શોધ રિચાર્ડ ટ્રેવિથિક નામના એન્જિનિયરે કરી હતી.
★ ૧૮૨૫માં "સ્ટોકસ્ટન એન્ડ ર્ડિલગટન રેલ્વે" ખુલ્લી મુકાઈ. ૨૭ માઈલ લાંબી અને સૌથી પ્રથમ જનતા રેલવે. આ રેલવેના કેરેજીજને લોકોમોટિવ એન્જિન ખેંચતું હતું.
લોકોમોટિવ એન્જિન સામાન અને પ્રવાસીઓ, બંનેને વેગન્સમાં એક સાથે જ ખેંચતું હતું.
★ એ પછી ૧૮૩૦માં સ્ટીમ લોકોમોટિવ એન્જિન દ્વારા કેવળ પ્રવાસીઓને જ લઈ જતી રેલવે દાખલ થઈ હતી. આ રેલવેનું નામ લિવરપૂલ એન્ડ માન્ચેસ્ટર રેલવે હતું. સૌથી પ્રથમ ડીઝલ લોકોમોટિવ એન્જિનનો પ્રયોગ ૧૯૧૨માં થયો હતો, જેનું નામ Prussian-Hessian state Railway હતું પણ એને ખાસ સફળતા મળી નહોતી જ્યારે સ્વિડીશ-દ્વારા બંધાયેલ ડીઝલ-ઇલેકિટ્રક લોકોમોટિવનો ઉપયોગ થયો અને એને Tunisian Railway નામ અપાયું ત્યારે ૧૯૨૧માં રેલવેને સફળતા મળી હતી.
★ ઉપર કેબલ્સ ધરાવતી ઇલેક્ટ્રિક ગાડીઓ, કે જે ગાડીઓ ઇલેક્ટ્રિક પાવરસપ્લાય દ્વારા ચાલતી હતી. તેેઓ ત્યાર પછી તરત જ આવી.
★ ઈ. સ. ૧૮૯૪માં યુ.એસ.એ.માં બાલ્ટિમોર અને ઓહિયો રેલરોડ, એ સૌથી પ્રથમ ઇલેક્ટ્રિક ગાડી હતી, તો આ છે 'રેલપથ'નો ઇતિહાસ.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.