≈♦ દુનિયામાં એવા દરિયા છે, જેને રંગોનાં નામ આપવામાં આવ્યાં છે, જેમ કે, કાળો દરિયો, લાલ દરિયો, સફેદ દરિયો અને પીળો દરિયો.
≈♦ આવાં નામો પાછળ કોઈને કોઈ કારણ રહ્યું છે, આવો, એ જાણવાની કોશિશ કરીએ કે એની પાછળ શું કારણ છે?
≈♦ કાળા દરિયાને રોમન પોંટસ યુક્સિનસ કહેતા હતા, જેનો અર્થ છે મિત્રતાભર્યો દરિયો, પરંતુ પછીથી એનું નામ કાળો દરિયો શા માટે પડયું? એનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે શિયાળાના દિવસોમાં અહીં વધારે પડતું ધુમ્મસ જામી જાય છે, જેને કારણે દરિયો એકદમ અંધકારભર્યો અને ભયાનક દેખાય છે.
≈♦ અરબ ટાપુ અને ઉત્તર-પૂર્વ આફ્રિકા વચ્ચે આવેલા હિંદ મહાસાગરની એક શાખાને લાલ દરિયો કહેવામાં આવે છે, જોકે એનું કારણ જાણમાં નથી કે એને લાલ દરિયો શા માટે કહેવામાં આવે છે.
≈♦ એક સિદ્ધાંત પ્રમાણે એને લાલ દરિયો એટલા માટે કહેવામાં આવે છે કે, શિયાળામાં એની સપાટી પર લાલ-ભૂરા રંગની લીલ જામી જાય છે.
≈♦ સફેદ દરિયો આર્કિટેક મહાસાગરની એક શાખા છે, એને સફેદ સાગર એટલા માટે કહેવામાં આવે છે કે, સપ્ટેમ્બરથી જૂન સુધીમાં એમાં બરફ રહે છે.
≈♦ પીળો દરિયો પ્રશાંત મહાસાગરમાં આવેલી એક ખાડી છે. એ ચીન અને કોરિયા વચ્ચે આવેલી છે. હુઆંગ નદી એમાં પીળા રંગનો ઘણોબધો કીચડ લઈ આવે છે, એ હિસાબે જ એને પીળો દરિયો કહેવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.