આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 2 October 2015

♥ ચલણી નોટ ઉપરના ગાંદીજીના ફોટાનું રહસ્ય ♥








→ આપણી ચલણી નોટો પર જોવા મળતા ગાંધીજીનાં હસતાં ચિત્ર તરફ ધ્યાનથી જોતા વિચાર આવ્યો કે કયાંથી આટલો પરફેકટ ફોટો મળ્યો હશે ? ? ? ? ?
આ રહયો જવાબ....

★ આપણે ઘણા સમય થી આપણી ચલણી નોટો પર હસતાં મહાત્મા ગાંધીના ચિત્રને જોતા આવ્યા છીએ. આપણામાંથી ઘણા લોકો તે ફોટોને લાંબા સમયથી ચલણી નોટ પર જોતા આવ્યા છે, અને તેથી જ આપણે જયારે પણ ગાંધીજીની છબીની સ્મૃતિ કરીએ તો આ ચલણી નોટનો ફોટો જ સૌથી પહેલા ધ્યાનમાં આવે છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આ ફોટો કયાંથી આવ્યો ? કોણે કેપ્ચર કર્યો ?

♦યોગ્ય સમયે એક પરફેક્ટ શોટ કયાંથી મળ્યો હશે ?

→ આપણામાથી ઘણા બધા એમ વિચારતા હશે કે તે એક દોરેલું ચિત્ર હશે પણ ના તે તદ્દન ખોટી વાત છે....
વાસ્તવમાં, આ છબી એક વાસ્તવિક ફોટોગ્રાફમાંથી ક્રોપ કરીને લેવામાં આવી છે.

→ આ ફોટોમાં મહાત્મા ગાંધીએ લોર્ડ ફ્રેડરિક વિલિયમ પૅથીક લૉરેન્સની આગળની હરોળમાં ઉભા હતા.
(સોર્સ: વિકિપીડિયા)

→ લોર્ડ ફ્રેડરિક વિલિયમ પૅથીક લૉરેન્સ બ્રિટિશ રાજકારણી હતી. તેમણે 20 મી સદીના પ્રથમ બે દાયકા દરમિયાન ગ્રેટ બ્રિટનમાં મહિલા મતાધિકાર આંદોલનનાં મહાન નેતા હતા અને પછી ભારત અને બર્માના સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે સેવા આપી હતી.

→ આ ચિત્ર અજ્ઞાત ફોટોગ્રાફર દ્વારા 1946માં ભૂતપૂર્વ વાઈસરોય હાઉસ ખાતે લેવામાં આવી હતી જે હવે રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે.

→ મૂળ ચિત્રની મિરર ઇમેજ કરી મહાત્મા ગાંધી સિરીઝની ચલણી નોટો પ્રસારિત કરવામાં આવી હતી.

→ આ ફોટો શ્રેણી 1996 માં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી.

→ મહાત્મા ગાંધીની સિરીઝની ચલણી નોટો તબક્કાવાર આ રીતે જાહેર કરવામાં આવી હતી.

• 5 રૂ. (નવેમ્બર 2001 માં રજૂ). 10 રૂ. (જૂન 1996),
• 20 રૂ. (ઓગસ્ટ 2001),
• 50 રૂ. (માર્ચ 1997),
• 100 રૂ. (જૂન 1996),
• 500 રૂ. (1997 ઓક્ટોબર) અને
• 1000 રૂ. (નવેમ્બર 2000)

~ આશા રાખુ કે આ માહિતી તમને ઉપયોગી નિવડશે...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.