★ ભારત સિવાય વિદેશોમાં પણ આવેલી છે 9 શક્તિપીઠ, જાણી લો ક્યાં... ★
→ દુર્ગા સપ્તસતી અનુસાર માતા સતીએ હવન કુંડમાં દેહ ત્યાગ કરી દીધા પછી તેમના સળગી ઉઠેલા શરીરને લઈને જ્યારે શોકાકુલ શિવજીએ હાથમાં ઉઠાવીને ઉત્પાત મચાવી દીધો ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે સતીના મૃત શરીરના અનેક ટુકડા કરી નાંખ્યાં. તે ભારત સહિત આસપાસના દેશોમાં જ્યાં જ્યાં પડ્યા તે સ્થળે શક્તિપીઠ કહેવાયા.
(1) ગંડકી(નેપાળ) :- ગંડકી નદીના ઉદગમ સ્થાન પર આવેલા આ મંદિરની જગ્યા સતીનો જમણો ગાલ પડ્યો હતો. આ સ્થળે દેવીને 'ગંડકી' કે 'ચક્રપાણી'ના રૂપમાં પૂજવામાં આવે છે.
(2) ગુહેશ્વરી(નેપાળ) :- નેપાળમાં પશુપતિનાથ મંદિર પાસે આવેલા ગુહેશ્વરી મંદિરમાં માતાના બંને ઢિંચણ પડ્યા હતા. તેથા આ સ્થળ 'મહામાયા' અને શિવના 'કપાલ' રૂપે પૂજવામાં આવે છે.
(3) હિંગળાજ દેવી(પાકિસ્તાન) :- પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હિંગોળ નદીની પાસે હિંગળાજ માતાનું મંદિર છે. અહિં સતીનું મસ્તક પડ્યું છે. તેથી આ સ્થળને 'ભૈરવી' અને ભગવાન શિવને 'ભીમલોચન' કહેવાય છે.
(4) લંકા(શ્રીલંકા) :- આ સ્થાન પર દેવી સતીના ઝાંઝર પડ્યા હતા. અહિં માતા 'ઈંદ્રાણી' અને શિવ 'રાક્ષસેશ્વર' કહેવાય છે.
(5) માનસ (તિબેટ) :- તિબેટના માનસરોવર તટ પાસે આવેલી છે માનસ શક્તિપીઠ. અહિં દેવી ની જમણી હથેળી પડી હતી. દેવી આ સ્થળ 'દાક્ષાયણી' અને 'શિવ ભૈરવ' તરીકે ઓળખાય છે.
(6) સુગંધ(બાંગ્લાદેશ) :- સુગંધ નદીના કિનારે આવેલું છે ઉગ્રતારા દેવી શક્તિપીઠ. અહિં દેવીનું નાક પડ્યું હતું . દેવી અહિં 'સુનંદા' અને શિવ 'યમ્બક' રૂપે પૂજાય છે.
(7) કરતોયા તટ(બાંગ્લાદેશ) :- ભવાનીપુરની પાસે કરતોયા તટ પર સતી માતાની ડાબા પગની પાયલ પડી હતી. અહિં દેવી 'અર્પણા' અને શિવ 'વામન' છે.
(8) ભવાની મંદિર(બાંગ્લાદેશ):- ચટગાંવથી 38 કિમી દૂર સીતાકુંડ સ્ટેશન પાસે ચંદ્રશેખર પર્વત પર ભવાની મંદિર છે. આ સ્થળે સતીની જમણી ભૂજા પડી હતી. આ સ્થાનમાં દેવી 'ભવાની' તરીકે અને ભગવાન શિવ 'ચંદ્રશેખર' તરીકે ઓળખાય છે.
(9) યશોર(બાંગ્લાદેશ):- જૈસોર શહેરમાં માતા સતીની ડાબી હથેળી પડી હતી. અહિં સતીને 'યશોરેશ્વરી' તેમજ શિવને 'ચંદ્ર' તરીકે ઓળખાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.