→ સૌ પ્રથમ ટેલિફોનની ડિઝાઇન બનાવી હતી ક્યુબાના હવાનાના એન્ટેનિયોએ. ૧૮૪૯માં એણે એક પ્રયુક્તિ શોધી કાઢી હતી અને આ પ્રયુક્તિના આધારે જ્યારે એ પોતે પોતાના ભોંયરા જેવા ઓરડામાં હોય અને એની પત્ની દૂર, ત્રીજે માળે રસોડામાં હોય ત્યારે તે આ પ્રયુક્તિના સાધન દ્વારા વાતચીત કરતાં હતાં, પણ આ બધું ગોપિત હતું, જાહેરમાં નહીં.
→ જર્મનીના જ્હોન ફિલિપે એક વાયોલિનના કેસ(Case)ને ખાલી થઈ ગયેલા બિયરના બેરલના ખુલ્લા ભાગ પર સોસેજ ત્વચા લગાવી પોતાનું સંભાષણ ૩૦૦ ફીટ દૂર સુધી લંબાવ્યું હતું. સાલ હતી ૧૮૬૧. ઉપર્યુક્ત બંને પ્રયત્નો અલબત્ત, શ્રવણ માધ્યમને દૂર સુધી લંબાવવા માટેના જ હતા. ધ્વનિના તરંગો શ્રાવક બની ગમન કરતા હતા અને બીજા છેડે ધ્વનિવર્ધક બની જતા હતા.
→ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ એક સ્કોટીશ ડોક્ટર હતા અને બહેરાં-મૂંગાંઓને બોલતા-શીખવવાનો નિષ્ણાત હતા. એ જ્યારે યુ.એસ.એ.ની બોસ્ટન વિશ્વવિદ્યાલયમાં કામ કરતાં હતાં ત્યારે એ ઇલેક્ટ્રિક વડે ધ્વનિને સંચારિત કરવાના કામમાં લાગેલો હતો. એની પાસે એક માઇક્રોફોન હતો, જે દ્વારા એ પોતાની સંગીતમય સ્પીચને (ભાષણને) પણ વહાવી શકે છે.
→ આથી તેમેણે પૂર્વ ચેતવણી વગર પોતાનાં ઉપકરણોને વ્યવસ્થિત કર્યાં અને પછી માઉથપીસમાં બોલ્યાં; "મિસ્ટર વોટ્સન, અહીં આવો, મારે તમારું કામ છે." બેલનો આસિસ્ટન્ટ વોટ્સન કેટલાક ઓરડાઓ પછીના એક ઓરડામાં કામ કરતાં હતાં. તેમણે આ અવાજ સ્પષ્ટ સાંભળ્યો. ૧૮૭૬ના માર્ચ મહિનાનો આ એક દિવસ હતો.
→ 'ફિલોડેલ્ફિયા સેન્ટેનિયલ પ્રદર્શની'માં ગ્રેહામ બેલે પોતાના આ આવિષ્કારને પ્રદર્શિત કર્યો ૧૮૭૬ના જૂન મહિનામાં જ. આમ છતાં ઘણાં લોકોએ એના આ કાર્ય પર ખાસ ધ્યાન આપ્યું નહીં, પરંતુ બ્રાઝિલના શહેનશાહ પેડ્રો-દ્વિતીય આ જોઈને આશ્ચર્યચકિત બની ગયા હતા. એ પછી બેલે સ્કોટલેન્ડમાં સપ્ટેમ્બર મહિનામાં, બ્રિટિશ એસોસિયેશનની એક મિટિંગમાં આનું પ્રદર્શન કર્યું અને બતાવ્યું કે આ દ્વારા વિજ્ઞાન પ્રગતિ કરી શકે છે. આમ થવાથી રાણીના થિયેટર અને કેન્ટરબરી હોલ વચ્ચે, બે ઇમારતો વચ્ચે સૌથી પ્રથમ ટેલિફોન લાઇન પ્રસ્થાપિત થઈ અને ત્યારપછી ૧૮૭૭ના એપ્રિલ અને મે માસમાં યુ.એસ.એ.માં ખાનગી ધોરણે વ્યાપારિક ટેલિફોન લાઇન સ્થપાઈ.
→ એ પછી ૧૮૭૮, જાન્યુઆરીની ચૌદમી તારીખે, મહારાણી વિક્ટોરિયા અને સર થોમસ બીડલ્ફ વચ્ચે પ્રથમ ટેલિફોનિક વાતચીત થઈ હતી. મહારાણી ઓસબોર્ન હાઉસમાં હતાં અને સર થોમસ ઓસબોર્નના કોટેજમાં હતા. ઈંગ્લેન્ડમાં, લંડનમાં આ પ્રથમ દૂરભાષ વાતચીત હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.