→ સમય જાણવા માટે માણસ પાસે પ્રાચીન કાળમાં ઘણી પદ્ધતિઓ હતી પરંતુ ચોક્સાઇપૂર્વક સમયનું માપ ઘડિયાળની શોધ પછી શરૃ થયું. ઘડિયાળની શોધ કોણે કરી તે રહસ્ય છે. પરંતુ યાંત્રિક ઘડિયાળની શોધ શરૃઆતમાં માત્ર કલાકનો કાંટો જ હતો. ગેલિલિયોએ દેવળમાં લટકતા ઝુમ્મરને ઝોલા ખાતા જોયા બાદ લોલકની શોધ કરી. દોરી વડે લટકેલા ઝુમ્મર કે લોલક ઝોલા ખાય ત્યારે ડાબેથી જમણે અને જમણેથી ડાબે જવાનો સમય એક સરખો જ હોય છે. આ ઝોલાને આવર્તનકાળ કહે છે.
→ ગેલિલિયોએ લોલકની શોધ કરીને તેનો ઉપયોગ ઘડિયાળમાં શોધી કાઢયો. લોલકનો વ્યવહારમાં ઉપયોગ ઇ.સ.૧૬૫૧ના ક્રિશ્ચિયન હ્યુજીન નામના વિજ્ઞાાનીએ કર્યો. તેણે ઘડિયાળમાં વધુ ચક્રો ઉમેરીને ચંદા પર કલાક ઉપરાંત મિનિટનો કાંટો ઉમેર્યો. હ્યુજીન્સનું ૯.૭૮ ઇંચ લાંબુ લોલક જમણેથી ડાબે જવા માટે એક સેકંડનો સમય લેતું હતું.
→ આજે લોલકવાળી ઘડિયાળ બહુ ઓછી જોવા મળે છે. પરંતુ ઊંચા ટાવરમાં ઉપયોગમાં લેવાતી પરંપરાગત ઘડિયાળો લોલકથી જ ચાલે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.