આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 12 September 2015

♥ અવકાશનું અવનવું ♥

★ ઇ.સ.૧૬૦૯ અગાઉ ટેલિસ્કોપની શોધ થયા પહેલા વિજ્ઞાાનીઓ માત્ર છ જ ગ્રહને ઓળખતાં હતા.

★ સૂર્યના ચૂંબકીય ધ્રુવ ૧૧ વર્ષે સ્થાન બદલે છે. તેને 'સોલાર મેક્સ' કહે છે. તેના કારણે પૃથ્વી પરની હવામાનની પેટર્ન પણ દર ૧૧ વર્ષે બદલાય છે.

★ અવકાશયાત્રીઓને ઝીરો ગ્રેવીટીની તાલીમ આપવા માટે મોટો ગોળો વપરાય છે. આ ગોળાને 'વોમિટ કોમેટ' કહે છે. આ ગોળાનો ઉપયોગ ક્યારેક ફિલ્મોના શૂટિંગ માટે પણ થાય છે.

★ અવકાશ વિજ્ઞાાનીઓ બ્રહ્માંડમાં પૃથ્વી જેવા બીજા ગ્રહની શોધ કરી રહ્યાં છે. શક્ય થશે તો ત્યાં માણસને મોકલવામાં આવશે. હજી સુધી આવો ગ્રહ મળ્યો નથી પરંતુ ત્યાં રહેવા માટેની સાધન સામગ્રી ઘણી બનાવી છે. વિજ્ઞાનીઓએ માણસ રહી શકે તેવા ગ્રહના મોડેલ પણ બનાવ્યા છે. આ અભ્યાસ અને ક્ષેત્રને 'ટેરાફોર્મગ' કહે છે.

★ હેલીનો ધૂમકેતુ સૂર્યની ફરતે ઘડિયાળની દિશામાં પ્રદક્ષિણા કરતો નથી. તેની ભ્રમણકક્ષા છેલ્લા ગ્રહ નેપચ્યૂનથી શરૃ થઇ બુધની ભ્રમણકક્ષા સુધી વિસ્તરેલી છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.