★ એક વૃક્ષ તેના જીવનભરમાં લગભગ ૧ ટન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી શોષે છે અને વર્ષે ૧૨૦ કિલોગ્રામ જેટલો ઓક્સિજન વાતાવરણમાં ઉમેરે છે.
★ વૃક્ષો પોતાનો ૯૦ ટકા ખોરાક સૂર્યપ્રકાશમાંથી અને ૧૦ ટકા ખોરાક જમીનમાંથી મેળવે છે.
★ વૃક્ષો મૂળમાંથી નહીં પરંતુ ટોચે નવી ડાળીઓ ફુટીને વિકાસ કરે છે. થડમાં રહેલી ડાળીઓનું સ્થાન અને ઊંચાઇ ૧૦૦૦ વર્ષ સુધી બદલાતાં નથી.
★ સૌથી વધુ લોકપ્રિય ટામેટાની ૫૦૦૦ જેટલી જાત થાય છે અને સફરજન ૭૫૦૦ જાતના હોય છે.
★ તમે નહીં માનો પણ વૃક્ષોની સૌથી વધુ જાત ભારતમાં જોવા મળે છે.
★ વિશ્વનું સૌથી મોટું માનવસર્જીત જંગલ નેબ્રાસ્કામાં છે. લોકોએ બે લાખ એકરમાં વૃક્ષો વાવી જંગલ ઉભું કર્યું છે.
★ રેડવૂડ વૃક્ષના થડની છાલ એટલી મજબૂત હોય છે કે આગ લાગે ત્યારે અંદરનો ભાગ સળગી જાય પણ છાલ સલામત રહે છે.
★ આફ્રિકાના રણ પ્રદેશમાં થતાં સાગુઆરો કેક્ટસ ૧૮ મીટર ઊંચા હોય છે. એક કેક્ટસમાં લગભગ ૮ ટન પાણી હોય છે.
→ સૌજન્ય :- ગુજરાત સમાચાર
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.