→ જંતુજગતમાં તીડ સૌથી વધુ ઊંચાઇએ અને લાંબા અંતર સુધી ઊડી શકનારા અજાયબ જીવ છે. વંદા જેવા રંગ અને આકારના તીડ ખેતીના દુશ્મન છે. ખેતરમાં તીડનું ટોળું ઉતરી પડે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ઊભો પાક ખાઇ જાય. તીડના ટોળા આક્રમણને કુદરતી આફત ગણવામાં આવે છે.
→ તીડ દોઢથી બે ઇંચ લંબાઇનું જંતુ છે. ગોળાકાર માથા પર એન્ટેના જેવા બે વાળ હોય છે. પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે તેના આગળના બે પગ ટૂંકા અને પાછલા બે પગ લાંબા હોય છે તે અઢી ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે. તીડ પ્રાચીન કાળથી જાણીતા છે. ઇજીપ્તના પિરામિડમાં પણ તીડની આકૃતિઓ જોવા મળે છે. તીડની ૧૦૦૦૦ જેટલી જાત છે. આફ્રિકાના રણ પ્રદેશમાં પ્લેગનો રોગ ફેલાવતાં ભયંકર તીડ જોવા મળે છે.
બેથી ત્રણ ગ્રામ વજનનું તીડ પોતાના વજન જેટલો જ ખોરાક ખાય છે. તીડ હમેશાં લાખોના ટોળામાં ઊડે છે. તીડનું ટોળું આકાશમાં ચઢી આવેલા વાદળ જેવું હોય છે. ટોળું ૧૦થી ૧૫ કિલોમીટરની ઝડપે ધસી આવતું હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.