આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 12 July 2015

♥ અવકાશયાત્રી પ્રાણીઓની રોમાંચક સફર ♥

→ વિમાનની શોધ પછી વિજ્ઞાાનીઓએ અવકાશમાં વધુને વધુ ઊંચે જઇ શકે તેવા રોકેટ બનાવ્યા અને અવકાશ યુગની શરૃઆત થઇ. શરૃઆતમાં અવકાશમાં માનવ વિનાના યાનો મોકલીને અભ્યાસ કરાતો. પરંતુ વિજ્ઞાનીઓએ માણસને અવકાશયાનમાં બેસાડી અંતરીક્ષમાં મોકલવાની તૈયારી કરી તે પહેલા પ્રયોગો માટે કેટલાક પ્રાણીઓને અંતરીક્ષમાં મોકલ્યા. અંતરીક્ષનું વાતાવરણ, ગરમી વગેરે સજીવ શરીર પર કેવી અસરો કરે છે તે જાણવા માટે વાનર, કૂતરા, બિલાડી, બતક જેવા પ્રાણી પક્ષીઓને અંતરીક્ષમાં મોકલાયેલા.

→ ઇ.સ.૧૯૪૮માં મેક્સિકોમાંથી બ્લોસમ નામના અવકાશયાનમાં આલ્બર્ટ નામના વાનરને અવકાશમાં મોકલવામાં આવેલો પરંતુ તેની બહુ નોંધ લેવાઇ નહોતી. ત્યારબાદ ૧૯૪૮માં જ ફરીવાર આલ્બર્ટ-૨ નામના વાનરને લગભગ ૧૦૦ કિલોમીટરની ઊંચાઇએ મોકલવામાં આવેલો આ વાનર અવકાશમાં જ મૃત્યુ પામેલો.

→ ઇ.સ.૧૯૫૨માં હોલોમન એરબેઝ પરથી બે વાનરોને ૩૦૦૦ કિલોમીટરની ઝડપે લગભગ ૫૦ કિલોમીટરની ઊંચાઇએ મોકલવામાં આવેલા. રશિયાના વિજ્ઞાાનીઓએ પણ ઉંદર, સસલા અને કૂતરાં જેવા પ્રાણીઓને અવકાશમાં મોકલેલા. પરંતુ આ બધા પ્રયોગો વિજ્ઞાાન દ્વારા થયેલા. અવકાશયાનો બન્યા પછી ઇ.સ.૧૯૫૧માં રશિયાએ બે કૂતરાને સીલબંધ પેટીમાં મૂકી અવકાશમાં મોકલેલા. આ બંને કૂતરાઓ પેરેશૂટ દ્વારા સલામત પૃથ્વી પર આવેલા.

→ અવકાશયાન દ્વારા અવકાશની પ્રથમ સફળ સફરનું માન રશિયાની 'લાઇકા' કૂતરીને ફાળે જાય છે. લાઇકા શેરીમાં રખડતી કૂતરી હતી. વિજ્ઞાાનીઓએ તેને તાલીમ આપીને તૈયાર કરેલી. ૧૯૫૭ના નવેમ્બરમાં સ્પૂટનિક અવકાશયાનમાં લાઇકાને અવકાશમાં મોકલી યાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું.

♦ સૌજન્ય - ગુજરાત સમાચાર ♦

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.