→ માનવ શરીરમાં ફેફસાં અને હૃદય જીવન માટેના જરૃરી અંગો છે. ફેફસાં અને હૃદય નાજુક સ્નાયુઓ છે. બંને અવયવો સતત કામ કરતાં રહે છે એટલે જ માણસ જીવીત રહે છે. ફેફસાં અને હૃદયના રક્ષણ માટે હાડકાંની બનેલી પાંસળીઓનું પીંજર છે. આ પીંજર માણસની છાતીમાં આવેલું છે. તેની અંદર ફેફસાં અને હૃદય હોય છે.
છાતીની બંને તરફ બાર-બાર પાંસળીઓ રહે તે રીતે વચ્ચેના હાડકાં સાથે જોડાઈને પીંજર જેવો આકાર તૈયાર થયેલો છે. બધી પાંસળીઓ પાછળની તરફ વળીને કરોડરજ્જુ સુધી લંબાય છે. પાંસળી હાડકાંની પટ્ટી જેવી પણ સ્થિતિસ્થાપક નરમ કાર્ટિલેજની બનેલી હોવાથી છાતીનું આંકૂચન અને સંકોચન થઈ શ્વસન ક્રિયા સરળતાથી થાય છે.
→ પાંસળીનાં પિંજરમાં ઉપરની ૭ પાંસળી સાચી પાંસળી કહેવાય છે જે તેને મજબૂતાઈ આપે છે. ૮ થી ૧૦ નંબરની પાંસળીઓ વચ્ચેના સ્તંભને જોડાયેલી નથી તેને તરતી પાંસળી કહે છે છેલ્લી બે પાંસળીઓ ખોટી પાંસળી કહેવાય છે તે ક્યાંય જોડાયેલી હોતી નથી. આખું પીંજર ફેફસાં અને હૃદયના રક્ષણ ઉપરાંત બંને ખભાઓમાં રહેલી હાંસડીને આધાર પણ આપે છે.
→ પાંસળીના પીંજરની વચ્ચે મુખ્ય સ્થંભને સ્ટર્નમ કહે છે. તે છ ઇંચ લાંબી અને એક ઈંચ પહોળી પટ્ટી આકારનું હાડકું છે. પ્રથમ સાત પાંસળી સ્ટર્નમ સાથે જોડાયેલી હોય છે. છાતીની બરાબર વચ્ચે આવેલું સ્ટર્નમ ફેફસાં, હૃદય, વગેરેનું રક્ષણ કરે છે
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.