આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 11 May 2015

♥ લૂઇસ પેશ્ચર ♥

→ રસાયણશાસ્ત્ર ક્ષેત્રે રોગજનક જંતુઓ વિશે ઊંડો
અભ્યાસ કરીને રસીકરણ, દુધનું પેશ્ચૂરાઇઝેશન અને
હડકવાની રસીની શોધ કરનાર વિજ્ઞાની લૂઇ
પેશ્ચર માઇક્રોબાયોલોજીનો પિતામહ કહેવાય છે.

→ પેશ્ચૂરાઇઝડ દૂધ જાણીતું છે. દૂધને પેશ્ચૂરાઇઝડ
કરવાથી તેમાંથી રોગજનક જંતુઓ દૂર થાય છે અને દૂધ લાંબો સમય બગડતું નથી. આ શોધ આરોગ્યક્ષેત્રે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. આથો આવવાની ક્રિયામાં બેક્ટેરિયાનો ફાળો મહત્વનો છે. આથો આવવાની પ્રક્રિયા પણ પેશ્ચરે શોધી હતી.

→ લૂઇ પેશ્ચરનો જન્મ ફ્રાન્સના ડોલ શહેરમાં
ઇ.સ.૧૮૨૨ના ડિસેમ્બરની ૨૩ તારીખે થયો હતો.

→ તેના પિતા ચામડા કપાવવાનો ધંધો કરતા હતા.

→ ગરીબ પરિવારમાં જન્મેલા પેશ્ચરને પ્રાથમિક
શિક્ષણ સ્થાનિક શાળામાં જ મળેલું. તે ભણવામાં
બહુ હોશિયાર નહોતો. પરંતુ ચિત્રકામમાં નિપુણ
હતો પ્રાથમિક અભ્યાસ પૂરો કરીને તે પેરિસમાં વધુ
અભ્યાસ કરવા ગયો. પરંતુ બીમાર પડતાં પરત ફરેલો.ત્યાર બાદ સ્થાનિક રોયલ કોલેજમાં બી.એ.ની ડિગ્રી મેળવી. ત્યાર બાદ તેણે વિજ્ઞાનનો
અભ્યાસ શરૂ કર્યો.

→ એક વાર નાપાસ થયા બાદ તેણે જનરલ સાયન્સની ડિગ્રી મેળવી. ત્યારબાદ પેરિસમાં બીએસસીની ડિગ્રી મેળવી સાયન્સના ગ્રેજયુએટ થઇને તે ટોર્નોન ખાતે વિજ્ઞાન કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયો. ત્યારબાદ અનેક કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી છેલ્લે સટ્રાસબર્ગ યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે જોડાયો.

→ પેશ્ચરે ૧૮૪૯માં લગ્ન કરેલા. તેને પાંચ બાળકો હતા તેમાંથી ૩ બાળકોના ટાઇફોઇડથી મૃત્યુ થતા તેને આઘાત લાગ્યો અને તેણે રોગો થતા અટકાવવાનાં સંશોધનો શરૂ કર્યા.

→ પરિશ્રમ, સંશોધનો અને અભ્યાસને કારણે પેશ્ચરને બઢતી મળતી ગઇ. પેરિસમાં વિજ્ઞાન
સંશોધનોની સંસ્થાનો તે વડો બન્યો.

→ પેશ્ચરે દૂધને પેશ્યૂરાઇઝડ કરવાની પધ્ધતિ ઉપરાંત હડકવાની રસીની શોધ પણ કરી હતી.

→ પેશ્ચરે કરેલા યોગદાન બદલ તેને અનેક સન્માનો અને એવોર્ડ એનાયત થયા.

→ ફ્રાન્સમાં લૂઇ પેશ્ચર યુનિવર્સિટીની સ્થાપના થઇ. ઇ.સ.૧૮૯૫ના સપ્ટેમ્બરની ૨૮ તારીખે તેનું અવસાન થયું હતું.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.