આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 11 May 2015

♥ વનસ્પતિ જગતની અજાયબી ♥

★  પૃથ્વી પરનો સૌથી નાનો છોડ વોલ્ફિયા છે
તે એક મિલિમિટરના ટપકાં જેવડો હોય છે.
વેલ્ફિયા પાણીમાં થતી વનસ્પતિ.એક છોડ નરી
આંખે દેખાતો નથી. પરંતુ નદી કે તળાવમાં ઊગેલા
સંખ્યાબંધ વોલ્ફિયા પાણી પર લીલી ચાદર પાથરી હોય તેવા દેખાય છે.

★  વૃક્ષ ઉપર થતા ફળોમાં સૌથી મોટું ફણસ છે. ત્રણ ફૂટ લાંબા અને ૨૦ ઇંચ વ્યાસના ફણસ જોવા મળે છે. એક ફણસનું વજન ૪૦ કિલોની આસપાસ હોય છે. ભારે વજનના ફણસ ઝાડની ડાળી ઉપર ટકી શકે નહીં એટલે તે ઝાડના થડ પર જ ઊગે છે.

★  વર્ષા જંગલમાં જોવા મળતા સ્વાનરેશિયા,
હિસ્લોપી, લીચોપસ અને રીનીફેલમ નામના ફૂલો
જમીન પર પથ્થર પડયા હોય તેવા દેખાય છે તેને
અડકો ત્યારે જ ખબર પડે કે આ કોમળ ફૂલ છે. પથ્થર જેવો દેખાવ તેમનું રક્ષણ કરવામાં ઉપયોગી થાય છે.

★  વિશ્વનું સૌથી મોટું વૃક્ષ કેલિફોર્નિયાના રેડવૂડ ફોરેસ્ટમાં ઊગેલું સિકવોયા ૩૦ માળની ઇમારત
જેટલું ઊંચું છે તેના થડનો ઘેરાવો ૮૨ ફૂટ છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.