અમદાવાદ તા. 3 એપ્રિલ, 2015
આજનાં જમાનામાં જ્યારે મોબાઈલ હવે ઘડિયાળ રૂપે પણ આવી ગયા છે, જેનાથી તમે કોલ ઉપરાંત વીડિયો કોલ પણ કરી શકો છો. પરંતુ મોબાઈલના ઈતિહાસમાં આજનો દિવસ મહત્વનો છે, કેમ કે આજે એટલે કે 3 એપ્રિલના રોજ દુનિયાનો પહેલો મોબાઈલ કોલ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે મોબાઈલ ફોન મોટોરોલાની દેણ છે જે હવે લીનોવો થઈ ચુકી છે. તમને જણાવીએ પહેલા મોબાઈલ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.....
♥ આજે જ કર્યો હતો પહેલો કોલ ♥
→ મોટોરોલાના કર્મચારી માર્ટિન કૂપરે આજે 42 વર્ષ પહેલા 3 એપ્રિલ 1973ની દુનિયાનો પ્રથમ મોબાઈલ કોલ કર્યો હતો. આ કોલ ન્યુયોર્ક જોએસ એ, એન્જેલને કરવામાં આવ્યો હતો.
♥ 1.1 કિલોગ્રામ નો હતો મોબાઈલ ફોન ♥
આજકાલ જ્યા મોબાઈલ ફોનનો વજન 100થી 150 ગ્રામ હોય છે ત્યારે દુનિયાના પ્રથમ ફોનનો વજન 1.1 કિલોગ્રામ હતો. આ મોબાઈલ ફોન 23 સેમી લાંબો, 13 સેમી જાડો અને 4.45 સેમી પહોળો હતો. 10 કલાક ચાર્જ કરવી પડતી હતી બેટરી....મોટોરોલાએ બનાવેલા આ પ્રથમ મોબાઈલ ફોનની બેટરી જ અત્યારે મળતા મોબાઈલ ફોનથી ભારે હતી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આજકાલ આવનારા મોબાઈલ ફોનને એકવાર ચાર્જ કરવાથી બેટરી 2-3 દિવસ સુધી ચાલે છે, પરંતુ દુનિયાના પ્રથમ મોબાઈલની બેટરીને 10 કલાક ચાર્જ કરવી પડતી હતી. તે ઉપરાંત તેના પર લગભગ 30 મિનીટ જ વાત થઈ શકતી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.