આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 5 April 2015

♥ શ્વસન તંત્રની અજાયબી ♥

★ આરામના સમયમાં માણસ દર મિનિટે ૧૦
લિટર જેટલી હવા શ્વાસમાં લે છે. શરીરની દરેક ક્રિયા વખતે શ્વાસની માત્રામાં વધઘટ થતી રહે છે. ઓક્સિજનની વધુ જરૃર હોય ત્યારે શ્વાસ ઝડપી બને છે.

★ માણસનો ઉચ્છવાસ ચામડીના તાપમાન કરતા વધુ ગરમ હોય છે. ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત થોડી પાણીની વરાળ પણ બહાર ફેંકાય છે.

★ માણસ ફેફસામાં કરોડોની સંખ્યામાં હવાની સૂક્ષ્મ કોથળીઓ પણ હોય છે.ફેફસાની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે. એક માત્ર અવયવ એવો છે કે જે પાણીમાં તરે.

★ ફેફસા ઉપરાઉપરી મજબૂત આવરણથી
સચવાયેલા હોય છે. આ આવરણનું ક્ષેત્રફળ
ટેનિસના મેદાન કરતાં ય વધુ હોય છે.

★ આપણા શ્વાસ લેવા અને છોડવાની પ્રક્રિયા દરમિયાન ફેફસા વારંવાર ફૂલે છે અને સંકોચાય છે. આ ક્રિયાનું નિયમન પેટ અને ફેફસા વચ્ચે આવેલા ઉદરપટલ નામના પરદાથી થાય છે.

★ શ્વાસોચ્છવાસ દરમિયાન હૃદય અને ફેફસામાંથી લોહીનું આદાનપ્રદાન થાય છે તેવી શોધ ઈ.સ. ૧૨૪૩માં આરબ વિજ્ઞાની ઇબ્ન અલ નફીસે કરેલી.

★ આપણા બંને ફેફસા એકસરખા નથી હોતા. ડાબી બાજુનું ફેફસું બે ભાગમાં વહેંચાયેલું છે. જ્યારે જમણું ફેફસું ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ડાબુ ફેફસું થોડું નાનું હોય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.