→ રોજ જોવા મળતી બિલાડી એક અજાયબ
પ્રાણી બિલાડી સામાજિક પ્રાણી છે અને વિશ્વના બધા જ દેશોમાં જોવા મળે.
→ બિલાડીની વિવિધ ૩૦૦૦ જાત છે. અમેરિકામાં લોકો કૂતરા કરતાં બિલાડી વધુ પાળે છે. ભારતમાં તે 'બિલ્લી માસી' તરીકે જાણીતી છે.
→ બિલાડી માણસ કરતાં ૩ ગણી શ્રવણશક્તિ ૬ ગણી દ્રષ્ટિ અને ૧૪ ગણી ગંધ પારખવાની શક્તિ ધરાવે છે.
→ બિલાડીના કાનમાં ૩૨ સ્નાયુઓ હોય છે તે
પોતાના કાન ચારે દિશામાં ફેરવી શકે છે.
→ બિલાડીના આગલા પગમાં પાંચ અને પાછલા
પગમાં ચાર આંગળા હોય છે.
→ બિલાડીની આંખમાં કીકી પાછળ ટેપરેમલ્યુસિઝમ નામનું દ્રવ્ય હોય છે તે અંધારામાં ચમકે છે.
→ ચાલતી વખતે બિલાડી ઊંટની જેમ ડાબા અને
જમણા પગ એક સાથે ઉપાડે છે.
→ બિલાડીની મૂછોના વાળ એન્ટેના જેવું કામ કરે
છે. તે ડાબી અને જમણી તરફની મૂછો સ્વતંત્ર રીતે
હલાવી શકે છે. તેની મૂછમાં ૨૪ વાળ હોય છે.
→ બિલાડીના શરીરમાં ૨૩૦ હાડકાં હોય છે.
પૂંછડીમાં ૨૩ હાડકાં હોય છે. પૂંછડી વડે સમતોલન
જાળવી તે સાંકડી દીવાલ ઉપર ચાલી શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.