આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 5 March 2015

♥ મીનીબાઇનું રાજ ♥

~~♦ આ ટાપુ પર ચાલે છે મીનીબાઇનું રાજ, માનવવસ્તી માત્ર 20ની અને બિલાડીની સંખ્યા 120 ♦~~

→ જાપાનના દક્ષિણ કાંઠે મિયાઝાકી પ્રાંતમાં ઓશિમા ટાપુ આવેલો છે. તેનું નામ ભલે ઓશિમા ટાપુ હોય પરંતુ તે બિલાડીઓના ટાપુ તરીકે જ ઓળખાય છે.

→ આ ટાપુ ઉપર માનવવસ્તી માત્ર ૨૦ જણાંની છે જ્યારે બિલાડીઓની સંખ્યા ૧૨૦ છે, મતલબ કે ટાપુ ઉપર માણસો કરતાં બિલાડીઓની વસ્તી ૬ ગણી છે. ટાપુ ઉપર ઉંદરોનો ત્રાસ હોવાથી બિલાડીઓને 'ખોરાક'પૂરતા પ્રમાણમાં મળી રહેતો હોવાના કારણે અને બિલાડીઓનો શિકાર કરી શકે તેવા હિંસક પશુઓ ન હોવાથી બિલાડીઓની વસ્તી વધી જ રહી છે.

→ ૧.૬ કિ.મી.માં પથરાયેલા આ ટાપુ ઉપર ૧૯૪૫માં માનવવસ્તી ૯૦૦ની હતી. પરંતુ સ્થાનિક મત્સ્યોદ્યોગ ધીમે ધીમે પડી ભાંગતા માનવવસ્તી ઘટતી ગઇ. હાલ ટાપુ પર વસતા તમામ ૨૦ જણાં પેન્શનર છે, જેમની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસન છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.