♦ અહમદનગરમાં દેશનું એકમાત્ર ટેન્ક મ્યુઝિયમ
આવ્યું છે. ♦
→ આપણા ભારતમાં, મહારાષ્ટ્રના અહમદનગરમાં ટેન્કોનું મ્યુઝિયમ છે ! અહમદનગરના આર્મ્ડ કોર્પ્સ
સેન્ટર અને સ્કૂલ ખાતે લાલ અને સોનેરી અક્ષરોમાં લખાયેલું સાઇન બોર્ડ 'કેવેલ્રી ટેન્ક મ્યુઝિયમ' જુઓ
ત્યાં તો તમારી બાજુના ખેતરમાંથી ધૂળ ઉડાડતી એક ટેન્ક પસાર થઇ જાય છે.
→ અહીંના રસ્તા પણ કાર કરતાં ટેન્કોને વધુ માફક આવે એવા પથ્થરના બનેલા છે. અહીં સલાબત ખાનની કબર પણ છે. આ પ્રદેશ પર એક વખત એણે લોખંડી હાથે શાસન કરેલું. હવે ટેન્ક પરના સ્ટાફને અહીં ટ્રેઇનિંગ અપાય છે.
→ આ ટેન્ક મ્યુઝિયમનો વિચાર સૌ પ્રથમ જનરલ બી.એન. લુથરાને આવેલો જે ૧૯૯૩ની સાલમાં અહીંના કમાન્ડન્ટ હતા. એશિયાનું આ એકમાત્ર ટેન્ક મ્યુઝિયમ છે એટલે હવે વધુ પ્રવાસીઓ અહીં આવવા લાગ્યા છે.
→ બગીચામાંથી તમે પસાર થાઓ એટલે કંબોડિયા, ઉત્તર આફ્રિકા, રશિયા, ફ્રાંસ, પંજાબ અને
રાજસ્થાનના મેદાનો અને ઝોજિલાની ઊંચાઇ પર
લડાયેલા યુદ્ધોની ગવાહી પૂરતી ટેન્કો તેમને અહીં જોવા મળે. દરેકને ટેન્કને ખૂબ સંભાળપૂર્વક એક ખાસ 'પોઝીશન'માં અહીં રખાઇ છે.
→ કેટલીક ટેન્કો પર તો દુશ્મન ટેન્કોના વરસેલા ગોળાઓના નિશાનો પણ જોઇ શકાય છે.
કેટલીકના પૈંડા નથી તો કેટલીકને ચેઇન નથી. આવી ટેન્કોને 'ઇજાગ્રસ્ત' કહી શકાય પણ દરેક પર નવો નવો રંગ કરેલો છે. તેનો મૂળ નંબર,રેજિમેન્ટનો બેજ અને ફોર્મેશનની નિશાનીઓ એના 'હલ' કે મુખ્ય 'બોડી' પર મોજૂદ છે. કેટલીક
ટેન્કો પર એ ટેન્કોના 'ક્રુ' (ચલાવનાર
દળના સભ્યો)એ આપેલું પ્યારભર્યું નામ પણ કોતરેલું છે ! ટેન્કો અને સૈનિકો વચ્ચેના આત્મીય સંબંધોની એ ગવાહી છે. એ નામ કોતરનારો સૈનિક ખુદ કોઇ યુદ્ધમાં ખપી ગયો હોય એવું પણ બની શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.