~~ ♦ કેથોડ કિરણોનો સંશોધક - ફિલિપ
લિનાર્ડ ♦ ~~
→ કાચના ગોળા કે ટયુબમાં શૂન્યાવકાશ પેદા કરી તેમાં બે ઇલેક્ટ્રોડ દ્વારા વીજપ્રવાહ દાખલ કરવાથી ઇલેક્ટ્રોનનો શેરડો પેદા થાય છે તેને કેથોડ રે કે ઇલેક્ટ્રોન બીમ કહે છે. આ સિદ્ધાંતનો ઉપયોગ ટયુબવાળા ટી.વી. અને કોમ્પ્યુટરના મોનિટરમાં થતો હતો.
→ જે. જે. થોમ્પસને ઇલેક્ટ્રોનની શોધ કરી ત્યારબાદ અનેક સંશોધનો થયા. કેથોડ કિરણોમાં સંશોધન કરનાર ઘણા વિજ્ઞાનીઓમાં ફિલિપ લિનાર્ડનું નામ મોખરે છે તેને સંશોધનો બદલ ૧૯૦૫માં ફિઝિક્સનું નોબેલ ઇનામ એનાયત થયું હતું.
→ ફિલિપ એડયૂર્ડ એન્ટનવોન લિનાર્ડનો જન્મ ઇ.સ. ૧૮૬૨ના જૂન માસની ૭મી તારીખે હંગેરીના પ્રેસબર્ગ ખાતે થયો હતો. તેના પિતા દારૂના વેપારી હતા.
→ લિનાર્ડનું પ્રાથમિક શિક્ષણ રોયલ હંગેરિયન જીમ્નેશિયમમાં થયું હતું ત્યારબાદ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ઉચ્ચ અભ્યાસ માટે તે વિયેના અને
બુડાપેસ્ટમાં ગયો હતો. ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ બર્લિન ખાતે હર્મેનવોન હેમહોલ્ટઝ નામના જાણીતા વિજ્ઞાની પાસે ભણીને પીએચડી થયો હતો. ત્યારબાદ હિડલબર્ગ યુનિવર્સિટીમાં પ્રિન્સીપાલ તરીકે જોડાયો તે રોયલ સ્વીડીશ
એકેડમીનો સભ્ય પણ બન્યો.
→ લિનાર્ડે તેની કારકિર્દી દરમિયાન વીજળી દ્વારા વિવિધ પ્રકારના તેજસ્વી કિરણોની શોધ કરવા માટે સંશોધનો કર્યા ઇલેક્ટ્રોન બીમની શોધ થઈ ચૂકી હતી. લિનાર્ડે શૂન્યાવકાશવાળા ગોળાની બહાર
ફેંકાતા કેથોડ રે મેળવવાની શોધ કરી તેની શોધને લિનાર્ડ વિન્ડો કહે છે
→ લિનાર્ડને તેણે કરેલા સંશોધનો બદલ નોબેલ ઇનામ ઉપરાંત રમફોર્ડ મેડલ, ફ્રાન્સનો પ્રિક્સ એવોર્ડ, ફ્રેન્કલીન મેડલ અને મેટેસી મેડલ એનાયત થયેલા. ઇ.સ. ૧૯૪૭ના મે માસની ૨૦ તારીખે જર્મનીમાં તેનું અવસાન થયેલું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.