→ કોઈ પણ કૂતરાને જો 'રેબીઝ' નામનો રોગ થઈ જાય છે ત્યારે એને સામાન્ય ભાષામાં 'હડકાયો કૂતરો' કહી દેવામાં આવે છે. આ રોગ એક પ્રકારના વાઇરસના કારણે થાય છે, જે કાં તો હવામાં મોજૂદ હોય છે અથવા કોઈ જંગલી જાનવરથી કૂતરાની ચામડી પર થયેલા જખમ મારફત એના શરીરમાં પ્રવેશ કરી જાય છે.
→ આ રોગથી પીડાતો કૂતરો સાવ સુસ્ત અને તાવથી ધગધગતો બની જાય છે. એને ખાવાનું પણ ભાવતું નથી. ચારથી છ અઠવાડિયાં દરમિયાન જ્યારે એ વાઇરસ એના મગજમાં ફેલાઈ જાય છે ત્યારે એ ઉશ્કેરાઈ જાય છે. એ જોર-જોરથી ભસે છે, મોઢામાંથી ફીણ નીકળે છે. આ દરમિયાન એ કોઈને પણ કરડી શકે છે અને એ હાલતમાં એને હડકાયો કહેવામાં આવે છે.
→ ઉપર મુજબનાં લક્ષણો દેખાયાં પછી ત્રણથી પાંચ દિવસમાં આવા કૂતરાનું મોત થઈ જાય છે. અમુક 'રેબીઝ' રોગથી પીડાતાં કૂતરાં સાવ હડકાયાં નથી થતાં, પણ એમનામાં લકવાની અસર થઈ જાય છે. આવી સ્થિતિને 'ડમ્બરેબીઝ' કહેવામાં આવે છે. 'રેબીઝ' રોગથી પીડાતો કૂતરો કોઈ વ્યક્તિને કરડે છે, ત્યારે એની લાળમાં રહેલા વાઇરસ વ્યક્તિના જખમ વાટે એના શરીરમાં પ્રવેશ કરી જાય છે.
→ શરૂઆતમાં ઘાયલ વ્યક્તિ મગજની કમજોરી અને ગભરાટ અનુભવે છે અને એ પછી એને તાવ ચઢી જાય છે. એને બરાબર ઊંઘ નથી આવતી અને એ ડરવા લાગે છે અને એને ખાવામાં તકલીફ પડે છે. કોઈ વ્યક્તિમાં આ બધાં જ લક્ષણો હડકાયા કૂતરાના કરડયાના એકથી ત્રણ મહિના પછી પણ દેખાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.