આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 17 January 2015

♥ જ્યોતિ બસુ ♥

★ ૨૩ વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહેનાર નેતા ★

→ જ્યોતિ બાસુ કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકપ્રિય રાજનેતા હતા. તેમણે ૧૯૭૭થી ૨૦૦૦ સુધી પશ્ચિમ
બંગાળના મુખ્યમંત્રી તરીકે ભારતના સૌથી લાંબા સમય સુધીના મુખ્યમંત્રી બનવાનું કીર્તિમાન પ્રાપ્ત કરેલું છે.

→ જ્યોતિ બાસુનો જન્મ ૮ જુલાઈ, ૧૯૧૪ના રોજ કલકત્તાના એક બંગાળી પરિવારમાં થયો હતો.
તેમના પિતા નિશિકાંત બાસુ ઢાકા (હાલમાં જે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે) જિલ્લાના બર્દી ગામમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જ્યોતિ બાસુની માતા હેમલતા બાસુ ગૃહિણી હતાં.

→ અભ્યાસની શરૃઆત જ્યોતિ બાસુએ કલકત્તાની લોરેટો સ્કૂલથી કરી હતી. તેમણે
સ્નાતકની ડિગ્રી પ્રેસિડેેન્સી કોલેજમાંથી મેળવેલી છે. કાયદાના ક્ષેત્રે વધારે અભ્યાસ માટે તેઓ
ઇંગ્લેન્ડ રવાના થયા. જ્યાં તેઓ ગ્રેટ બ્રિટનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સંપર્કમાં આવ્યા પછી તેમણે
રાજકારણમાં પગ મૂક્યો.

→ ૧૯૪૦ સુધીમાં જ્યોતિ બાસુએ અભ્યાસ પૂર્ણ
કરી લીધો હતો અને તે જ વર્ષે ભારતમાં પુનરાગમન કર્યું.

→ ૧૯૪૪માં તેમણે રેલવે કર્મચારીઓ સાથે
કાર્ય કરવાની શરૃઆત કરી ત્યારે તેઓ ટ્રેડ
યુનિયનની ગતિવિધિથી માહિતગાર થયા. બી.એન. રેલવે અધિકારી અને બી.ડી. રેલવે રોડ કર્મચારી સંઘના એકરૃપ થવાથી જ્યોતિ બાસુની જવાબદરી વધી ને તેમને સંઘના મહાસચિવ
બનાવવામાં આવ્યા.

→ જ્યોતિ બાસુ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે લંડનમાં તેઓ જનરલ સેક્રેટરી ઓફ લંડન મજલસ તરીકે
ચૂંટાઈ આવ્યા હતા. તે સમયે તેમને જવાહરલાલ નહેરુ જ્યારે પણ લંડનની વિઝિટ લે ત્યારે મિટિંગની ગોઠવણી કરવાની જવાબદરી સોંપવામાં આવી હતી.

→ ૧૯૪૬માં જ્યોતિ બાસુ રેલવે કોન્સ્ટિટયૂએન્શીની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા,
જે પછી તેમની પસંદગી બંગાળ વિધાનસભાના સદસ્ય તરીકે કરવામાં આવી હતી. તે સમયે પશ્ચિમ
બંગાળના મુખ્યમંત્રી ડો. વિધાનચંદ્ર રાય હતા, તેમ છતાં જ્યોતિ બાસુએ વિપક્ષ નેતા તરીકે સારું કાર્ય કરીને ડો. રાયનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું હતું.

→ જ્યોતિ બાસુ ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭ અને
૧૯૭૧માં બડાનગર વિધાનસભાથી ચૂંટાતા રહ્યા હતા. ૧૯૬૭માં તેઓ બંગાળની ગઠબંધન
સરકારના ઉપમુખ્યમંત્રી પણ બન્યા.

→ ૨૧ જૂન, ૧૯૭૭ના રોજ જ્યોતિ બાસુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા. ૧૯૯૬માં તેઓ દેશના વડાપ્રધાન બનતા બનતા રહી ગયા હતા. વર્ષ
૨૦૦૦માં તેમની લથડતી જતી શારીરિક તંદુરસ્તીને કારણે તેમણે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું  અને રાજકારણ ક્ષેત્રે સંન્યાસ જાહેર કર્યો.

→ જ્યોતિ બાસુનું અવસાન ૧૭ જાન્યુઆરી,
૨૦૧૦ના રોજ કલકત્તા ખાતે થયું હતું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.