આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 6 January 2015

♥ કોસ્મેટિક્સનો રંગીન ઈતિહાસ ♥

એ જમાનામાં કોસ્મેટિક્સની ચીજો પવિત્ર ગણાતી અને પાદરીઓની દેખરેખ તળે ખાનગીમાં બનાવાતી હતી. ઈજિપ્તના બાળકો અને સ્ત્રીઓ
આંખની પાંપણ ઉપરના ભાગમાં લીલા રંગની પેસ્ટ લગાવતા, તે માત્ર તડકામાં આંખ ન બળે તે
માટે જ. પણ હવે તે ફેશન બની ગઈ છે. આંખની પાંપણ ઉપરના ભાગને રંગવા માટે જે ક્રીમ બનાવાતું તેમાં અમુક જીવડાંના ઈંડાને ચોળીને
નાંખવામાં આવતા.

ઈજિપ્તની રાણી નેફેરટીએ કોસ્મેટિક્સનો પ્રચાર કર્યો. ચૌદમી સદીમાં તેણે પ્રથમવાર પોતાનાં નખ રંગ્યા હતા. રૂબી જેવા ઘેરા લાલ રંગથી તે હાથ-
પગના નખ રંગતી હતી. આ રૂબી-રેડ રંગ માત્ર રાજાની રાણી જ વાપરી શકતી. બાકીની સ્ત્રીઓ
આછા રંગો વાપરી શકતી.

પછી ક્લીઓપેટ્રાએ કોસ્મેટિક્સનો ઉપયોગ વધાર્યો. ક્લીઓપેટ્રા ત્રણ હજાર વર્ષ પહેલા પોતાની હથેળીમાં મહેંદી લગાવતી. તેની પાંપણો અને આંખની ભ્રમરને પણ કાળા રંગથી રંગતી. આંખની નીચે તે બ્લ્યુ રંગ લગાવતી. આ રંગ તે અમુક રંગીન હીરાનો પાવડર કરી તેમાં તાંબાનાં રસાયણો ભેળવીને બનાવડાવતી. ગ્રીસમાં શરૂમાં પુરુષો જે તેલ ચોળીને સ્નાન કરી શકતા અને પરફ્યુમ લગાવતા. ચામડીને રક્ષવા માટે જે પ્રથમ ગ્રીક કોસ્મેટિક બજારમાં આવ્યું તે ગેલન
નામના ડોક્ટરે બનાવ્યું હતું. તેને તેણે કોલ્ડ ક્રીમનું નામ આપ્યું હતું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.