આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 6 January 2015

♥ માઉન્ટ એવરેસ્ટ ♥

~~♦ 'એવરેસ્ટ'નું નામકરણ કઇ રીતે થયું? ♦~~

→ આજથી ૧૬૨ વર્ષની પહેલાંની વાત છે. ભારત બ્રિટીશ હકુમત હેઠળ હતું. તે વખતે હિન્દુસ્તાનના સર્વેયર જનરલ સર એન્ડુ વૉગ, ઉત્તર દિલ્હીની તેમની ઓફિસમાં બેઠા હતાં, તે સમયે એક 'કોમ્પ્યુટર' દોડતો દોડતો આવ્યો. તે જમાનામાં કોમ્પ્યુટર એટલે કોઇ યંત્ર નહીં પણ મગજમાં ત્વરાથી ગણતરી કરનારા જીવતા- જાગતા માણસને કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવતો હતો.

→ આ કોમ્પ્યુટરે કહ્યું, ''સર, મેં જગતના સૌથી ઊંચા પર્વતને શોધી કાઢ્યો છે.'' આ કોમ્પ્યુટરે જે પર્વત શોધી કાઢ્યો તે તો નેપાળ બાજુ આવેલા હિમાલયનું એક શિખર હતું.

→ તે વખતે તો આ શિખરનું કોઇ નામ પડયું નહોતું. તેને રોમન સંખ્યા પ્રમાણે પંદરની (હ્ય્સ્)
સંજ્ઞા અપાઇ હતી.

→ એ કોમ્પ્યુટરની ગણતરી પ્રમાણે એ શિખર સમુદ્રની સપાટીથી ૨૯,૦૦૨ ફૂટ ઊંચે હતું.

→ ભારતના ઉત્તર ભાગમાંથી ૧,૮૪૯ અને ૧,૮૫૦ વચ્ચે આ શિખરનું અવારનવાર સર્વેક્ષણ થયું હતું પરંતુ સર એન્ડુ વૉગનો નિષ્ણાંત પૂરી ગણતરી કરીને પાછો ફર્યો ત્યાં સુધી કોઇને ખબર નહોતી કે તે શિખર જગતમાં સૌથી ઉંચુ છે. સર્વેયરોએ જયાંથી માપ કાઢ્યું હતું તે આ શિખરથી ૧૦૦ માઇલ દૂર હતું. એ લોકોની ઊંચી કક્ષાના ટેલિસ્કોપને ઇધરઉધર કરીને આ ઊંચાઇ માપી હતી. એ પછી સર વૉગે પૂર્ણ રીતે આ કોમ્પ્યુટરની ગણતરીની ચકાસણી કરી અને તે પછી પંદર નંબરના આ શિખરને તેમણે 'એવરેસ્ટ' નામ આપ્યું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.