આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 21 January 2015

♥ જેક્વીસ કોસ્ટો ♥

~ ♦ એક્વાલંગનો શોધક - જેક્વીસ કોસ્ટો ♦ ~

→ સમુદ્રમાં ઉંડે સુધી ડૂબકી મારી સંશોધક કે શોધકાર્ય કરવાવાળા ડૂબકીમાર પીઠ ઉપર બાંધેલા સિલિન્ડર સહિતનો પોષાક પહેરે છે. આ પોષાકને એક્વાલંગ કહે છે.

→ પીઠ ઉપર બાંધેલા સિલિન્ડરમાં ઓક્સિજન
હોય છે જે નળીઓ દ્વારા મોં ઉપર પહેરેલા માસ્ક સાથે જોડાયેલા હોય છે. ડૂબકી મારને લાંબા સમય
સુધી દરિયાના તળીયે રહેવા માટે આ સાધન ઉપયોગી છે.

→ એક્વાલંગની શોધ જેક્વીસ કોસ્ટો નામના વિજ્ઞાનીએ કરેલી. આ સાધનને સેલ્ફ કન્ટેઈન્ડ
અન્ડરવોટર બ્રેધિંગ એપેરેટ્સ ટૂંકમાં 'સ્કબા'
પણ કહે છે.

→ કોસ્ટોનો જન્મ જર્મનીના સેન્ટ એન્ડ્રુ શહેરમાં ઈ.સ. ૧૯૧૦ના જૂનની ૧૧મીએ થયો હતો. પેરિસમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને તે નૌકાદળમાં જોડાયો હતો. નૌકાદળમાં અકસ્માત થવાથી તેણે
નોકરી છોડી દીધી પરંતુ દરિયાના પેટાળમાં સંશોધનોમાં રસ જાગ્યો.

→ કોસ્ટો ખૂબજ પ્રતિભાશાળી હતો. લેખક, સંશોધક, વિજ્ઞાની, પર્યાવરણવીદ્ અને
ફોટોગ્રાફર તરીકે પ્રસિધ્ધ થયો હતો.

→ બીજા વિશ્વયુદ્ધમાં દરિયામાં સંશોધનોનું
મહત્વ વધ્યું. કોસ્ટોએ દરિયાના પેટાળમાં થઈ પ્રથમ અન્ડરવોટર ફિલ્મ બનાવેલી,

→ ઈ.સ. ૧૯૫૪માં તેણે સ્કૂબાની શોધ કરી. દરિયામાં ૩૫૦ મીટર ઉંડે જવાનું સાધન પણ બનાવ્યું. કોસ્ટોને સૃષ્ટિના રક્ષણ માટે તેણે કોસ્ટો સોસાયટીની સ્થાપના કરેલી.

→ કોસ્ટોને તેના સંશોધનો બદલ ઘણા સન્માન મળેલાં. ઈ.સ. ૧૯૯૭ના જૂન માસની ૨૫મી તારીખે તેનું અવસાન થયું હતું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.