→ મશીન કે યંત્રની વાત કરીએ ત્યારે તમને ઘણાં બધા ચક્રો, સ્પ્રિંગો વગેરેનું માળખું યાદ આવે. સિલાઈ મશીન, કાપડ વણવાનાં મશીન, ઘડિયાળ આ બધા મશીન કે યંત્રો કહેવાય છે પરંતુ તમે જાણો છો કે કોઈ પણ કામ ઓછી શક્તિ અને
ઓછા સમયમાં સરળતાથી કરવા માટે ઉપયોગી થાય તેવી દરેક ચીજને મશીન કહેવાય છે.
→ વિજ્ઞાનની ભાષામાં કાતર, સાણસી,ચપ્પુ, પક્કડ, હથોડી, ખીલી અને સ્ક્રૂ પણ સાદાં મશીનો જ કહેવાય છે. આપણે જાણ્યે અજાણ્યે આ મશીનોનો દરરોજ પુષ્કળ ઉપયોગ કરીએ છીએ તેમાં સ્ક્રૂની વાત અનોખી છે.
→ સ્ક્રૂ આપણા સીધા ઉપયોગમાં આવતો નથી.
બે સપાટીને જકડી રાખવા માટે તેનો ઉપયોગ થાય છે. સ્ક્રૂ એટલે વલયાકાર આંટા પાડેલી ખીલી, વલયાકાર આંટાવાળી કોઈ પણ વસ્તુને
સ્ક્રૂ કહેવાય. સ્ક્રૂને ફેરવવાથી તેને લગતું બળ
નીચે કે ઉપર ધકેલવામાં વપરાય છે.
→ સ્ક્રૂમાંથી મળતી શક્તિનો આધાર તેના આંટા વચ્ચે કેટલી જગ્યા છે તેના પર છે. નજીક નજીક આંટા પાડેલા સ્ક્રૂ બે સપાટીને વધુ મજબૂતાઈથી જકડી રાખે છે.
→ સ્ક્રૂની શોધ આર્કિમિડિઝે કરેલી. તેણે સ્ક્રૂ આકારના પોલા ભૂંગળા દ્વારા નદીનું પાણી ઉપર ચઢાવેલું તે સાધન આર્કિમિડિઝના સ્ક્રૂ તરીકે જાણીતું થયેલું. સ્ક્રૂ ક્રાંતિકારી શોધ હતી. તેની શોધથી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઘણો વિકાસ થયો. ઘણી એવી શોધો છે જે સ્ક્રૂ વિના થઈ શકી ન હોત.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.