~~♦ તમે નહીં માનો આ બધું ભારતમાં શોધાયેલું ♦~~
♥ બટન ♥
→ કપડામાં ગાજ અને બટન અનિવાર્ય છે. પણ તમે જાણો છો કે બટનની શોધ ભારતમાં થઈ હતી.
ઈ.સ. પૂર્વે ૨૦૦૦માં શંખ અને છીપલાંના બટન
ભારતમાં ઉપયોગમાં લેવાતાં. સિંધુ નદીની ખીણમાંથી તેના અવશેષો મળ્યા છે. તે સમયે બટન ઘરેણાની જેમ વપરાતાં.
♥ પંજેટી ♥
→ રૂ પિંજવા માટે વપરાતી કમાન તમે કદાચ જોઈ હશે. તેમાં કમાન સાથે બાંધેલી દોરીને ધ્રુજાવીને રૂના ઢગલામાં રાખવાથી રૂ છુટું પડી કચરો દૂર થાય છે. આજે યંત્રો દ્વારા રૂ પિંજાય છે પરંતુ પ્રાચીન કાળમાં પિંજારા પંજેટી નામના સાધન વડે રૂ પિંજતા. તેની શોધ ભારતમાં થઈ
હતી. ઈ.સ. પૂર્વે બીજી સદીમાં આ સાધન વપરાતું. તેને કમાન-ધૂનકી પણ કહેતાં.
♥ શાહી ♥
→ પ્રાચીન કાળમાં લખવા માટે કલમ-ખડિયો વપરાતા. ખડિયામાં રહેલી શાહીમાં કલમ બોળીને
તેના વડે લખાતું. શાહી ભરેલી 'હિન્દી પેન' આજે પણ બજારમાં મળે છે. શાહીની શોધ ભારતમાં થયેલી. ઈ.સ. પૂર્વે ૪થી સદીમાં ભારતમાં કલમશાહીનો લેખનમાં ઉપયોગ થયો. શાહીને સંસ્કૃતમાં મસી કહેતાં.
♥ સ્ટેનલેસ સ્ટીલ ♥
→ ઈ.સ. પૂર્વે બીજી સદીમાં દક્ષિણ ભારતમાં ઉંચા પ્રકારનું કાટ ન લાગે તેવું લોખંડ બનતું. અંગ્રેજોએ પણ તેને સ્ટીલ તરીકે ઓળખેલું. કાચું લોખંડ, કોલસા અને રેતી ભરેલા વાસણને ખૂબજ ગરમ
કરવાથી કાચા લોખંડમાં કાર્બન ભળી જઈ સ્ટીલ બનતું. જેને કાટ લાગતો નહીં.
♥ શેમ્પૂ ♥
→ અંગ્રેજી શેમ્પૂ શબ્દ ભારતના ચંપો ઉપરથી બન્યો હોવાનું મનાય છે. માથામાં ચંપી કરવા માટે
શેમ્પૂની શોધ ઈ.સ. ૧૭૬૨માં મોગલ કાળમાં ખાસ કરીને બંગાળમાં થઈ હતી. બિહારના સેક ડીન મોહમ્મદ નામની વ્યક્તિએ તુલસી અને કપૂર
સહિતના દ્રવ્યોથી માથામાં માલીશ કે ચંપી કરવા માટેનું દ્રવ્ય બનાવેલું. બ્રિટનમાં રાજવી પરિવારે તેને 'શેમ્પૂઈંગ સર્જન' તરીકે નિમણૂક આપેલી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.