આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 21 January 2015

♥ બ્રહ્માંડનું અવનવું ♥

→ બુધનો દિવસ આપણા ૫૯ દિવસ જેટલો હોય છે. બુધ તેની ભ્રમણ કક્ષામાં બે વાર સૂર્યની નજીક આવે ત્યારે તેની ઝડપ તીવ્ર બને છે અને સૂર્ય પાછળ ધકેલાતો હોય તેવું લાગે છે.

→ સૂર્ય કેન્દ્રમાં છે અને બધા ગ્રહો તેની આસપાસ ફરે છે તેવી શોધ નિકોલસ કોપરનિક્સ નામના વિજ્ઞાાનીએ કરેલી. કોપરનિક્સે આ શોધ આકાશમાં જોઈને નહીં પણ પ્રાચીન ખગોળ વિદ્યાને આધારે કરેલી.

→  પૃથ્વી ફરે ત્યારે આકાશના તારાઓ ૨૩ કલાક ૫૬ મિનિટ અને ૪.૦૯ સેકંડે ફરીથી તે જ સ્થાને આવે છે. આ સમયગાળો 'સાઈડ રિયલ ડે' કે 'તારા દિવસ' કહે છે.

→  ધૂમકેતુ જેમ સૂર્યની નજીક આવે તેમ તેની પૂંછડી લાંબી થતી જાય છે અને પીગળતી જાય છે અને ગેસનો પ્રચંડ ધોધ શરૃ થાય છે. તે લાખો કિલોમીટર લાંબો હોય છે.

→ આજે વિશ્વભરના દેશોમાંથી દર વર્ષે લગભગ ૧૦૦ જેટલા સેટેલાઈટ અવકાશમાં છોડાય છે. સેટેલાઈટની ભ્રમણ કક્ષા જેમ નીચી તેમ તેની ઝડપ વધુ હોય છે. મોટાભાગના સેટેલાઈટ પૃથ્વીથી ૩૦૦ કિલોમીટરની ઉંચાઈએ ફરતા હોય છે.

→ સૂર્ય પૃથ્વીથી કેટલા અંતરે છે તેનું પ્રથમ
વાર માપ ડિપાર્કસ નામના ખગોળશાસ્ત્રીએ નોંધેલું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.