આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 19 December 2014

♥ જગજીવન રામ ♥

♦• ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન - જગજીવન રામ •♦

→ જગજીવન રામના જીવનનાં ઘણાં બધાં પાસાં છે. ભારતના સંસદીય લોકતંત્રના વિકાસમાં તેમનું બહુમૂલ્ય યોગદાન રહેલું છે. ૧૯૩૬માં માત્ર ૨૮
વર્ષની ઉંમરે ભિજાર વિધાનસભા પરિષદના સભ્ય તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.

→ જગજીવન રામનો જન્મ ભિજાર રાજ્યમાં આવેલ અરાહ શહેરની પાસે આવેલ ચંડવા ગામ ખાતે ૫ એપ્રિલ, ૧૯૦૮ના રોજ થયો હતો.

→ જ્યારે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫
અનુસાર ૧૯૩૭માં ચૂંટણી થઇ ત્યારે જગજીવન રામ ડિપ્રેસ્ડ ક્લાસ લીગના ઉમેદવાર તરીકે નિર્વિરોધ એમએલએ ચૂંટાયા હતા. તે સમયે દેશ આઝાદ થયો ન હતો.

→ અંગ્રેજો બિહારમાં પોતાની સરકાર બનાવવા માગતા હતા જેના માટે તેમણે જગજીવન રામને લાલચ આપી તેમની તરફેણમાં લેવાનો પ્રયાસ
કર્યો હતો. પણ જગજીવન રામે અંગ્રેજોને સાથ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તે પછી બિહારમાં કોંગ્રેસની સરકાર આવી અને જગજીવન રામ મંત્રી બન્યા. પણ વર્ષની અંદર જ અંગ્રેજોના બેજવાબદારીભર્યા વર્તનને પરિણામે જગજીવન રામે મહાત્મા ગાંધીના કહેવા પર કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું.

→ જે પછી જગજીવન રામ ગાંધીજીએ શરૂ કરેલ આંદોલનમાં જોડાયા અને તેમની સાથે જેલમાં પણ ગયા.

→ બીજા વિશ્વયુદ્ધ પછી અંગ્રેજો ભારત છોડવા માટે મજબૂર થઇ ગયા હતા. તે સમયે અંગ્રેજોનો ઇરાદો સારો ન હતો. તેઓ એવું ઇચ્છતા હતા કે પાકિસ્તાનની જેમ ભારત દેશના પણ અંદરોઅંદર
ભાગલા પાડી દેવા. પણ ત્યારે શિમલામાં કેબિનેટ મિશનની સામે જગજીવન રામ ડિપ્રેસ્ડ ક્લાસ
લીગના પ્રતિનિધિના રૂપમાં સામેલ થયા અને દલિતો અને અન્ય લોકો વચ્ચે મતભેદ ઊભા કરવાની અંગ્રેજોની કોશિશને નાકામિયાબ કરી.

→ ભારતની સંસદને જગજીવન રામ પોતાનું ઘર જ માનતા હતા. મંત્રીના નામ અને પદ પર તેમના ભાગે જે કાંઇ પણ કામ આવ્યું તે તેમણે સુપેરે નિભાવ્યું.

→ ૧૯૫૨ની ચૂંટણી પછી જગજીવન રામને પંડિત જવાહર લાલ નહેરુએ તેમને સંચારમંત્રી બનાવ્યા. તે સમયે સંચાર વિભાગમાં જ વિમાન વિભાગ
આવરી લેવામાં આવતો હતો. તેમણે પ્રાઇવેટ વિમાન કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું તેમજ નાનાં નાનાં ગામડાંમાં પોસ્ટઓફિસના નેટવર્કની શરૂઆત કરી.

→ જગજીવન રામના જીવનકાળ દરમિયાન અનેક તકલીફો આવી. ક્યારેક અંગ્રેજો દ્વારા તો ક્યારેક દેશના ઉચ્ચ હોદ્દા પર બિરાજતા નેતાઓ અને રાજનેતા દ્વારા પણ તેમણે ક્યારેય લોકતાંત્રિક મૂલ્યો સાથે સમાધાન કર્યું નથી. તેઓ સાચા અર્થમાં ભારતના નિર્માતા હતા.

→ 6 જુલાઇ 1986 ના રોજ 78 વર્ષની ઉંમરે આ મહાન રાજનીતિજ્ઞનું અવસાન થયું.જગજીવન રામને ભારતીય સમાજ અને રાજનીતિમાં 'દલીત વર્ગના મસીહા' તરીકે યાદ કરવામાં આવે છે.તેઓ સ્વતંત્ર ભારતના કેટલાક ચુનંદા નેતાઓમાંના એક હતાં જેમણે દેશની રાજનીતિની સાથે સાથે દલીત સમાજને પણ નવી દિશા આપી હતી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.