~♦ બાળરોગ શાસ્ત્રનો પ્રણેતા - એડાલ્બર્ટ ઝેર્ની ♦~
→ પિડિયાટ્રિશિયન એટલે બાળરોગોના નિષ્ણાત ડોક્ટર. હોસ્પિટલમાં વિવિધ રોગો, શરીરના વિવિધ રોગો, સ્ત્રી રોગો, વગેરે અનેક વિભાગો હોય છે. તબીબીશાસ્ત્ર વિશાળ છે. આધુનિક
તબીબીશાસ્ત્રોમાં વિવિધ પ્રકારના નિષ્ણાત ડોક્ટરો તૈયાર કરવાની પરંપરા છે. તેમાં બાળકોને થતા રોગોનાં સંશોધનો અને સારવાર ક્ષેત્રે ઓસ્ટ્રીયન
વિજ્ઞાની એડાલ્બર્ટ ઝેર્નીનો ફાળો મહત્ત્વનો છે. તે બાળરોગ નિષ્ણાત શાખાનો પ્રણેતા છે.
→ ઝેર્નીનો જન્મ ઈ.સ. ૧૮૬૩ના માર્ચની ૨૫
તારીખે વિયેનામાં થયો હતો. તેના પિતા રેલવે એન્જિનિયર હતા. પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ વિયેનામાં લીધા બાદ તે મેડિકલનો અભ્યાસ કરવા જર્મનીની ચાર્લ્સ યુનિવર્સિટીમાં
જોડાયો હતો. કિડનીના રોગોમાં પારંગત થઈને પ્રાગ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે જોડાયો હતો.
→ ડોક્ટર તરીકેની કારકિર્દી દરમિયાન તેણે નવજાત બાળકોના પોષણ અને રોગો સંબંધી સંશોધનો કર્યા અને બ્રસેલો ખાતે હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તરીકે જોડાયો.
→ ઈ.સ. ૧૯૧૦માં તેને સ્ટાર્સબર્ગ ખાતેની બાળકોની હોસ્પિટલમાં નિમણૂક મળી. ઝેર્નીએ બાળરોગો માટે પોતાની મેડિકલ કોલેજ સ્થાપેલી અને આધુનિક પિડિયાટ્રિક્સનો પાયો નાખ્યો. બાળરોગ ક્ષેત્રે ઝેર્નીએ આપેલા યોગદાન બદલ અનેક સન્માનો અને એવોર્ડ મળ્યા હતા. ઝેર્નીએ બાળકોને થતા ઘણા નવા રોગો શોધી કાઢેલા. આ રોગોના નામ તેના નામ ઉપરથી પાડવામાં આવ્યા હતા.
→ ઈ.સ. ૧૯૪૧ના ઓક્ટોબરની ૩જી
તારીખે તેનું અવસાન થયેલું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.