આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 5 December 2014

♥ જોસેફ લીસ્ટર ♥

~ ★ એન્ટિસેપ્ટિક દવાનો શોધક - જોસેફ
લીસ્ટર ★~

→ દર્દી પર ઓપરેશન દરમિયાન કે શરીર પર
ઇજા થાય ત્યારે ચેપ ન લાગે તે માટે એન્ટિસેપ્ટિક દવાનો ઉપયોગ જાણીતો છે. દર્દીને બાહ્ય બેક્ટેરિયાના ચેપથી બચાવવા દર્દીનો રૂમ,
ઓપરેશન થિયેટર, ઓપરેશનનાં સાધનો વગેરેને જંતુમુક્ત કરવાની પદ્ધતિ જરૃરી છે. આજે ઘણી બધી દવાઓ વપરાય છે. આ પદ્ધતિનો શોધક જોસેફ લીસ્ટર હતો.

→ જોસેફ લીસ્ટર આધુનિક શસ્ત્રક્રિયાનો પિતામહ કહેવાય છે.

→ જોસેફ લીસ્ટરનો જન્મ ઇ.સ.૧૮૨૭ના ૫મી એપ્રિલે બ્રિટનના વેસ્ટહેમમાં થયો હતો. તેના પિતા દારૂના વેપારી હતા અને વિજ્ઞાની હતા. સમૃદ્ધ
પરિવારમાં જન્મેલા લીસ્ટરને લંડનની પ્રતિષ્ઠિત કલેકર સ્કૂલમાં ભણવા મુકવામાં આવેલો. આ સ્કૂલ મુખ્યત્વે વિજ્ઞાનના વિષયો ભણવા માટે
જાણીતી હતી. શાળાનો અભ્યાસ પૂરો કરીને લીસ્ટર
૧૮૪૪માં યુનિવર્સિટી ઓફ લંડનમાં મેડિસિન શાખામાં ગ્રેજ્યુએટ થયો. ત્યાર બાદ આયર્લેન્ડની રોયલ કોલેજ ઓફ સર્જનનો સભ્ય બન્યો.

→ જાણીતા સર્જન જેમ્સ સીમ્સના માર્ગદર્શન હેઠળ લીસ્ટરે સર્જરીમાં નિપુણતા મેળવી અને
એડિનબર્ગની હોસ્પિટલમાં સર્જન તરીકે જોડાયો. ત્યારબાદ તે લંડનની કિંગ્સ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયો. તે રોયલ સોસાયટીનો સભ્ય હતો અને પ્રમુખ તરીકે પણ ચૂંટાયેલો. એડિનબર્ગ
હોસ્પિટલમાં સર્જરી દરમિયાન ચેપ લાગવાથી ઘણા દર્દીઓના મૃત્યુ થતાં. લીસ્ટરે શોધી કાઢયું કે સર્જરી દરમિયાન કરેલા ઘામાં ચેપ લાગતો હતો. તેણે સર્જરી માટે ડોક્ટરના હાથ તેમજ સાધનોની જંતુનાશક દવાઓ વડે સફાઇ કરવાનો નિયમ બનાવ્યો. ડોક્ટરોએ સર્જરી દરમિયાન ખાસ
પ્રકારના લીલાં કપડાં વગેરે પહેરવાનો નિયમ પણ તેણે જ બનાવેલો.

→ આ નિયમોને કારણે દર્દીઓના મૃત્યુની સંખ્યા ઘટવા લાગી. લીસ્ટર લોકપ્રિય થયો અને તેની પદ્ધતિનો દરેક હોસ્પિટલોમાં અમલ થવા લાગ્યો. તે જમાનામાં લીસ્ટરે કાર્બોનિક એસિડના સ્પ્રે પંપ વડે ઓપરેશન થિયેટર વિગેરેને જંતુમુક્ત કરવાની પદ્ધતિ અપનાવેલી. આજે લીસ્ટરે શરૂ કરેલી આ પદ્ધતિ સમગ્ર વિશ્વની હોસ્પિટલોમાં અમલમાં છે.

→ ઇ.સ.૧૯૧૨ના ફેબ્રુઆરીની ૧૦ તારીખે તેનું
અવસાન થયું હતું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.