→ પ્રાણીઓ, પંખીઓ અને જીવજંતુઓ અંગે કેટલીક તો એટલી રસપ્રદ માહિતીઓ છે કે તે જાણી, આપણે કુદરતને સલામ કરવી પડે.
૧. કીડીઓ કદી સૂતી નથી.
૨. ઘુવડની આંખો નળાકાર હોવાથી તેથી તે એની આંખોને ફેરવી શક્તું નથી.
૩. પંખીઓને તેના કદ કરતાં વધુ પ્રમાણમાં ખોરાક જોઇએ છે.
૪. અમેરિકામાં સૌથી વધુ સામાન્ય સસ્તન પ્રાણી ઉંદર છે.
૫. તાજા જન્મેલા બાળ કાંગારૃની લંબાઈ માત્ર એક ઇંચ જેટલી હોય છે.
૬. કૂતરાઓની બધું મળીને ૭૦૧ જાતની બ્રીડ હોય છે.
૭. પોલકેટ એ બિલાડી નહિ, પરંતુ નોળિયાને મળતુ આવતું એક પ્રકારનું નિશાચર પ્રાણી છે.
૮. જેના કારણે સૌથી વધુ મનુષ્યોનાં મરણ થતાં હોય તે મચ્છર છે.
૯. અત્યાર સુધી સૌથી મોટા ભૂંડનો રેકોર્ડ ૧૯૩૯ના ઉત્તર કેરોલીનાના બ્લેક માઉન્ટીસેનના બિગ બોપના નામે છે. જેનું વજન ૧૯૦૪ પાઉન્ડ જેટલું હતું. આ એક વિશ્વ રેકોર્ડ છે.
૧૦. જે નામ કે શબ્દોને અંતે 'ઈ' જેવા ઉચ્ચારવાળો અક્ષર હોય તેના પર બિલાડી વધુ ઝડપે ત્વરીત પ્રતિભાવ આપે છે.
૧૧. બિલાડી પોતાના નાકની નીચે જોઈ શક્તી નથી.
૧૨. ઇગ્વાના નામનું ઘો જેવું પ્રાણી પાણી નીચે ૨૮ મીનીટ સુધી રહી શકે છે.
૧૩. કીડી કે મંકોડો જ્યારે ઝેર કે દવાની અસર પામી બેહોશ થાય ત્યારે પોતાના જમણા પડખે ઢળી પડે છે.
૧૪. માત્ર એક કલાક માટે હેડફોન પહેરવાથી તમારા કાનમાં બેક્ટેરિયાનું પ્રમાણ સાતસો ગણું વધી જાય છે.
૧૫. કુતરાઓ દસ જુદા જુદા પ્રકારના સ્વરો અવાજ કઢી શકે છે. જ્યારે બિલાડી સો જેટલા અવાજો કાઢી શકે છે.
૧૬. બિલાડી વર્ગનું સૌથી મોટું પ્રાણી નર સિંહ છે, જેનું વજન ૫૨૮ પાઉન્ડ કે ૨૪૦ કિલો જેટલું હોય છે.
૧૭.મોટા ભાગની લીપસ્ટીકમાં માછલીના શરીર
પરના ભિંગડાનો ઉપયોગ થતો હોય છે.
૧૮. મધ એ એવો ખાદ્ય પદાર્થ છે કે જે કદી ખરાબ થતો નથી.
૧૯. ઉંદરોની પ્રજોત્પત્તિ એટલી તો ઝડપથી વધે
છે કે માત્ર અઢાર મહિનામાં બે ઉંદરોમાંથી (નર-માદા) દસ લાખ જેટલા ઉંદર પેદા થાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.