→ પેપર ક્લિપથી આમ તો બધા પરિચિત હશે અને એ લગભગ લોકોએ જોઈ હશે. ખાસ કરીને ઓફિસમાં કામ કરતી વ્યક્તિઓ માટે પેપર ક્લિપ ખૂબ જ ઉપયોગી છે.
→ પેપર ક્લિપ બે કે એનાથી વધારે કાગળોને એક સાથે ભેગા કરી રાખવામાં ખૂબ જ મદદરૃપ થાય છે અને એ પણ કાણું પાડયા વગર. આમ તો ટાંકણી અને સ્ટેપલર પણ કાગળોને ભેગા કરી રાખે છે, પણ એ વસ્તુઓ કાગળમાં કાણાં પાડીને આ કામ કરી આપે છે. જ્યારે કે પેપર ક્લિપથી કાગળોમાં કાણાં નથી પડતાં.
→ પેપર ક્લિપ જેવી નાનકડી પણ ખૂબ જ ઉપયોગી એવી આ વસ્તુની શોધ જોહાન વાલેર નામના માણસે ૧૯૦૦ની સાલમાં કરી હતી. ત્યારે એ જર્મનીમાં કામ કરતા હતા.
→ એક પેપર ક્લિપ એ માત્ર એક તારનો વાળેલો ટુકડો હોય છે, પરંતુ પોતાના દબાણથી એ અનેક કાગળોને એક સાથે પકડી રાખે છે. પેપર ક્લિપની શોધ કરનાર જોહાન વાલેરના સન્માનમાં એક વિશાળ પેપર ક્લિપ નોર્વેના ઓસ્લો શહેર નજીક
રાખવામાં આવી છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.