આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 24 November 2014

♥ જયપ્રકાશ નારાયણ ♥

→ જયપ્રકાશ નારાયણ સ્વતંત્ર સેનાની અને રાજનેતા હતા. દેશમાં ઘર કરી ગયેલાં ભષ્ટ્રાચાર,
ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓથી દેશને
આઝાદ કરાવવા જેપીએ તેમનું જીવન ખર્ચી નાખ્યું હતું. આજે પણ જેપીને આપણે તેમણે શરૂ કરેલા સંપૂર્ણ ક્રાંતિ આંદોલનને કારણે યાદ કરીએ છીએ. જેપીએ પોતાના જીવનને પ્રથમ પ્રાધાન્ય
આપવાને બદલે હંમેશાં દેશની જનતા અને
તેમની જરૂરિયાતને અગ્રિમતા આપી હતી.

→ જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૦૨ના રોજ બિહારના સારણ ગામે થયો હતો. જયપ્રકાશ નારાયણ દેશના લોકતંત્રમાં રહેલી ખામીઓની આલોચના કરતા થાકી ગયા હતા.
સરકારની નીતિમાં કોઈ જ પરિવર્તન જોવા મળ્યું ન હતું. ઉપરાંત દિવસે દિવસે દેશમાં ગરીબી, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવી સમસ્યાઓ વધતી જતી હતી. જયપ્રકાશ નારાયણે તેમના જીવનના અંતિમ દશકામાં અનુભવ્યુ કે ભારતની આ બધી સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે જેનો એકમાત્ર ઉપાય સંપૂર્ણ ક્રાંતિ છે.

→ જયપ્રકાશ નારાયણે ૫ જૂન, ૧૯૭૫ના રોજ
પટનાના ગાંધી મેદાન ખાતે વિદ્યાર્થીઓ અને યુવાનોની એક મોટી રેલી તૈયાર કરીને એક
આંદોલનની શરૂઆત કરી. આ આંદોલનનું નામ સંપૂર્ણ ક્રાંતિ રાખવામાં આવ્યું હતું. સંપૂર્ણ આંદોલનની શરૂઆત કર્યા પહેલાં જયપ્રકાશ નારાયણ રાજકારણ ક્ષેત્રે સક્રિય હતા. આંદોલનની શરૂઆતની સાથે જ તેમણે રાજકારણ મૂકી દીધું, પણ દેશની જનતા જનાર્દનની સમસ્યાઓથી તેઓ ક્યારેય ભાગ્યા નથી.

→ જયપ્રકાશ નારાયણે જ્યારે સંપૂર્ણ આંદોલનની શરૂઆત કરી ત્યારે દેશમાં ઇન્દિરા ગાંધીનું શાસન ચાલતું હતું. જેપીના આંદોલનના પગલે તત્કાલીન
સમયની સરકાર ખળભળી ઊઠી હતી. પરિણામે ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ દેશમાં મધ્યરાત્રિએ કટોકટી જાહેર કરી દીધી હતી. જેપી સહિત ઘણા બધા વિપક્ષી નેતાઓને જેલમાં જવું પડયું હતું.

→ ૧૮ જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ દેશમાં કટોકટીને હટાવવામાં આવી અને દેશમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. આ ચૂંટણીમાં જેપીના સંગઠનથી જનતા પાર્ટીને જોરદાર સફળતા મળી અને દેશમાં પહેલી વાર કોંગ્રેસ સિવાયની સરકાર સત્તા ઉપર આવી.

→ જયપ્રકાશ નારાયણે દેશને અંધકારમાંથી પ્રકાશ તરફ લાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તેઓ સફળ રહ્યા હતા. તેમનું મૃત્યુ ૮ ઓક્ટોબર, ૧૯૭૯ના રોજ બિહારના પટના ખાતે થયું હતું.

→ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ ૧૯૯૮માં લોકનાયક જયપ્રકાશ નારાયણને ભારત સરકારે દેશના સર્વોચ્ચ સન્માન ♠ ભારતરત્ન ♠ થી સન્માનિત કર્યા હતા.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.