~~ ♦ ગ્રિનીચ લાઇન એટલે શું ? તેનો શો ઉપયોગ ? ♦~~
→ દિવસ અને રાત કેવી રીતે થાય છે તે તમે જાણો છો. પૃથ્વી ધરીભ્રમણ કરે છે ત્યારે તેના વિવિધ વિસ્તારો સૂર્યની સામે જુદા જુદા સમયે હોય છે. એટલે ભારતમાં બપોર હોય તો પૃથ્વીના પાછલા ભાગમાં આવેલા અમેરિકામાં મધરાત હોય.
→ વિમાન દ્વારા ઝડપી મુસાફરી કરીએ ત્યારે એક
દેશમાંથી બીજા દેશમાં જતા વાર લાગતી નથી. એટલે દૂરના દેશમાં પહોંચીએ ત્યારે ઘડિયાળમાં ઘણો ફેર જોવા મળે છે.
→ ઘણા પ્રવાસીઓ મુંઝાઈ જાય કે હમણાં તો સવાર હતી અને એકાએક સાંજ કેમ થઈ ગઈ. નવાઈ લાગે તેવી આ વાત ઘણી મુશ્કેલીઓ પણ ઊભી કરે. આ મુશ્કેલી દૂર કરવા પૃથ્વી પર કાલ્પનિક રેખાઓ વડે ભાગ પાડવામાં આવ્યા છે.
→ બંને ધ્રુવોને જોડતી રેખાઓને રેખાંશ કહે છે. રેખાંશ ૩૬૦ છે પૃથ્વી પર આડી સમાંતર રેખાઓને અક્ષાંશ કહે છે.
→ ઇંગ્લેન્ડના ગ્રિનીચ શહેરમાંથી પસાર થતા રેખાંશને ગ્રિનીચ રેખા કહે છે. આપણે તેને દિનાન્તર રેખા પણ કહીએ. આ રેખાનો મોટો ભાગ પેસિફીક મહાસાગરમાંથી પસાર થાય છે.
→ પ્રવાસી વિમાન આ રેખા ઓળંગે ત્યારે પોતાની ઘડિયાળના સમયમાં ફેરફાર કરે છે. પૂર્વથી પશ્ચિમમાં જતા વિમાનો એક દિવસનો વધારો કરે છે. આંતરરાષ્ટ્રીય સુવિધા માટે દરેક દેશો ગ્રિનીચ ટાઇમને અનુસરે છે. તેને ગ્રિનીચ મીન ટાઇમ કહે છે અને પોતપોતાની ઘડિયાળો તે પ્રમાણે મેળવે છે.
→ આજે ઓટોમેટિક ક્લોક પર આધારિત નવી પ્રથા અમલમાં છે જેને યુનિવર્સલ ટાઇમ કહે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.