→ થર્મોમિટરમાં ચાંદી જેવી ચમકતી સપાટી વાળા પ્રવાહીને પારો કહે છે. પારો ધાતુ છે પરંતુ સામાન્ય ઉષ્ણતામાને તે પ્રવાહી રહે છે. તમને નવાઇ લાગશે કે પારો પ્રવાહી હોવા છતાં તેમાં કોઇ વસ્તુ બોળવાથી તે પલળતી નથી.
→ પારાને જમીન પર ઢોળો તો તે ઝીણા ઝીણા ફોટા સ્વરૂપે ફેલાય પણ રેલાય નહી. પારો એ અજાયબ ધાતુ છે. જમીનમાંથી મરક્યુરી સલ્ફાઇડના ગાંગડા સ્વરૂપે મળતાં ખનિજમાંથી પારો બને છે.
→ ઘણા દેશોમાં પારાની ખાણો આવેલી છે.
→ પારો સૌથી વધુ વજનની ધાતુ છે.
→ એક ઘન સેન્ટીમીટર પાણીનું વજન ૧ ગ્રામ થાય પણ એટલા જ પારાનું વજન લગભગ ૧૩થી ૧૪ ગ્રામ થાય. આમ તે લોખંડ કરતાંય ભારે છે.
→ પારાના ઘણા ઉપયોગો છે. ટયૂબલાઇટ અને મરક્યૂરી લેમ્પમાં પારાની વરાળ ભરવામાં આવે છે. પારો ઝેરી ધાતુ છે.તેના ઉદ્યોગોમાં ઘણા ઉપયોગ છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.