★ ઇલેકટ્રોનિક વજનકાંટા કેવી રીતે કામ કરે છે ? ★
→ ચીજવસ્તુઓના વજન અને માપ આપણા માટે રોજીંદી અને અનિવાર્ય જરૂરિયાત છે. વેપાર માટે ચીજવસ્તુઓમાં વજન અને માપ વિના ચાલે નહીં. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ ચીજ વસ્તુઓ જોખવા માટેના ત્રાજવાની શોધ ઇ.સ.પૂર્વે ૨૦૦૦ પહેલા સિંધુ સંસ્કૃતિમાં થઇ હતી. તે જમાનામાં શરૂ થયેલા બે પલ્લાંવાળા ત્રાજવાનો ઉપયોગ થતો.
→ ઇ.સ.૧૭૭૦માં રીચાર્ડ સોલ્ટર નામના અંગ્રેજ વિજ્ઞાાનીએ સ્પ્રિંગ કાંટો શોધ્યો હતો. આજે આપણે આધુનિક ઇલેક્ટ્રોનિક કાંટો ઉપયોગમાં લઇએ છીએ. દુકાનો અને મોલમાં તમે વસ્તુઓ
જોખવા માટેનો ઇલેક્ટ્રોનિક કાંટો જોયો હશે. નાનકડા પ્લેટફોર્મ પર ચીજ મૂકો એટલે સ્ક્રીન ઉપર તેના વજનનો આંકડો દેખાય.
→ ઇલેક્ટ્રોનિક કાંટાની કાર્યપદ્ધતિ બે ભાગમાં વહેંચાયેલી છે.
→ પહેલો તબક્કો વસ્તુના વજનનું માપ લે છે. બીજો તબક્કો તેનું પ્રોસેસિંગ કરે છે. ચીજ જ્યારે પ્લેટ ઉપર મૂકાય ત્યારે પ્લેટ ઉપર દબાણ સર્જાય છે. આ પ્લેટની નીચે સેન્સર હોય છે. આ સેન્સર દબાણને ઇલેક્ટ્રીક સિગ્નલમાં ફેરવે છે. પ્લેટ ઉપર આવતું દબાણ વીજપ્રવાહમાં વધઘટ કરે છે.
વોલ્ટેજની વધઘટ ખૂબ જ સૂક્ષ્મ હોય છે એટલે તે માઇક્રોપ્રોસેસર દ્વારા ડીજીટલ સ્વરૂપમાં ફેરવાય છે. આ ડીજીટલ આંકડા સ્ક્રીન ઉપર દેખાય છે. ઇલેક્ટ્રોનિક કાંટા એક ગ્રામના દસમાં ભાગ જેટલું
સચોટ વજન બતાવે છે. વિવિધ ચીજવસ્તુઓ જોખવા વિવિધ ડિઝાઇનના કાંટા બને છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.