આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 18 October 2014

♥ ગ્રહણ વિશે અવનવું ♥

~~♦ ગ્રહણોની તારીખ અને ચોક્કસ સમય અગાઉથી જ કેવી રીતે જાણવા મળે છે ? ♦~~

→ સૂર્ય અને ચંદ્રના ગ્રહણો વિશે તમે જાણો છો. સૂર્યગ્રહણ થવાનું હોય તેનો ચોક્કસ સમય પણ બધા જાણતા હોય છે અને તે જોવાની તૈયારી પણ કરતા હોય છે. સૂર્ય કે ચંદ્ર ગ્રહણ કઇ તારીખે અને
કયા સમયે થશે તેની ચોક્કસ માહિતી અગાઉથી જ કેવી રીતે જાણવા મળતી હશે ? પંચાંગમાં તો વર્ષ
દરમિયાન થનારા તમામ ગ્રહણોના તારીખ અને સમય ઉપરાંત તે કયા કયા દેશમાંથી દેખાશે
તેની આગોતરી માહિતી હોય છે. આ માહિતી કેવી રીતે મળે તે જાણો છો ?

→ પ્રાચીન કાળના બેબીલોનના ખગોળશાસ્ત્રીઓએ સૂર્ય તેમજ ચંદ્ર ગ્રહણો ચોક્કસ સમયગાળામાં થતાં હોય છે તે શોધી કાઢેલું. બે ગ્રહણ વચ્ચેનો ગાળો ૧૮ વર્ષ ૧૧ દિવસ અને ૮ કલાકનો હોય છે. આજે ભારતમાંથી સૂર્યગ્રહણ દેખાતું હોય તો તેટલા જ સમયગાળાનું તેવું જ સૂર્ય ગ્રહણ ભારતમાં ૧૮ વર્ષ ૧૧ દિવસ અને ૮ કલાક પછી જોવા મળે. એટલે દરેક ગ્રહણોની તારીખો અને સમય ૧૮ વર્ષ અગાઉ જ નક્કી થઇ જાય છે. પંચાંગમાં આ રીતે ગણતરી કરીને ગ્રહણો લખેલા હોય છે. આ સમયગાળાને ''સેરોસ સાયકલ'' કહે છે.

→ પ્રાચીન કાળમાં ગ્રહણોનું ધાર્મિક મહત્વ હતું એટલે ખગોળશાસ્ત્રીઓએ ગ્રહણોનો ઊંડો અભ્યાસ કરેલો. ગ્રહણો સૂર્યની આસપાસ ફરતી પૃથ્વી અને પૃથ્વીની આસપાસ ફરતા ચંદ્ર ચોક્કસ સ્થિતિમાં આવે ત્યારે થતા હોય છે. ખગોળશાસ્ત્રીઓ એક
ચાંદ્રખાસને ૨૯.૫૩ દિવસનો ગણે છે.

→ પૃથ્વી સૂર્યની આસપાસ ૩૬૫ દિવસમાં એક
પ્રદક્ષિણા કરે છે પરંતુ ચંદ્ર પણ પ્રદક્ષિણા કરતો હોવાથી ચંદ્રની ઉત્તરેથી શરૃ કરી સૂર્યનો પથ પૂરો થવામાં ૩૪૬.૫૫ દિવસ લાગે છે. આ ગાળાને ''ડ્રેકોનિક યર'' કહે છે.

→ ચંદ્રનો ખરેખર પ્રદક્ષિણા પથ ૨૭.૫૫ દિવસનો છે એટલે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની આજે જે સ્થિતિ છે તે જ સ્થિતિ ફરી વાર ૧૮ વર્ષ ૧૧ દિવસ ૮ કલાક પછી જોવા મળે છે. એટલે જ ગ્રહણ પણ આ સમયગાળામાં ફરીવાર થાય છે. જોકે દર ત્રણ સેરોસ સાયકલ પછી આ સમયગાળામાં થોડો ઘણો ફેરફાર થાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.