આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 20 September 2014

♥ યુદ્ધજહાજ INS KOLKATA ♥

→ નૌકાદળમાં 'ડિસ્ટ્રોયર' એટલે ઝડપી અને
મેનોવરેબલ યુધ્ધજહાજ જે મોટા જહાજરક્ષણ આપે છે અને તેમને ટૂંકી રેન્જના આક્રમણથી બચાવે છે શરૃઆતમાં ટોર પીડો બોટ ડિસ્ટ્રોયર તરીકે ઓળખાતા આ નાના યુધ્ધજહાજને પ્રથમ વિશ્વયુધ્ધ દરમ્યાન 'ડિસ્ટ્રોયર' તરીકેનું નવું નામ મળ્યું હતું. અત્યાર સુધી આપણે રશિયન પિટીઆ શીપ વાપરતાં હતા.

→  હવે INS કોલકત્તા નામનું દેશનું સૌથી મોટું ડિસ્ટ્રોયર આપણે જ તૈયાર કર્યું છે જેનું લોન્ચિંગ ૧૬ ઓગસ્ટ ૨૦૧૪ના દિને થયું. ૫૨૯૮ કરોડના ખર્ચે તૈયાર થયેલું આ યુધ્ધ જહાજ ૫૩૮ ફિટ લાંબુ, ૫૯ ફિટ પહોળું અને ૬૮૦૦ ટન વજન ધરાવે છે. આ યુધ્ધ જહાજ પર૩૬૦ અધિકારી તેમજ સૈનિકો હાજર રહેશે. ૫૫.૫૬ કિ.મી./પ્રતિ કલાકની ઝડપે આક્રમણ કરનાર INS કોલકત્તા ૩ માસ સુધી સમુદ્રમાં કાર્યરત રહી શકે છે.

→ આ યુધ્ધ જહાજ આધુનિક ઉપકરણોથી સજ્જ છે. તેમાં મિસાઈલ ઇન્ટરસેપ્ટર ઉપરાંત ટોરપીડો, રોકેટ લોન્ચર, ટયુબ લોન્ચર એકે ૬૦૦ બંદુકો જે પ્રતિ મિનિટે ૫૦૦૦ રાઉન્ડ ફાયર કરી શકે છે તેની ઉપર બે'સી કિંગ' હેલિકોપ્ટરો પણ સ્થાન પામશે. અથવા ચેતક કે ધુ્રવ પણ રાખી શકાય.


→  મુંબઇના મઝગાંવ ડોકમાં બનેલું આ 'કોલકત્તા ક્લાસ' યુધ્ધ જહાજ 2 x 32 એરમિસાઇલ લોન્ચર ધરાવે છે એટલે કે ૬૪ મિસાઇલ ધરાવે છે. તેનું બરાક મિસાઇલ ૧ થી ૧૨ કિ.મી.ની રેન્જ ધરાવે છે. તેના એન્ટીશીપ અને લેન્ડ એટેક મિસાઇલ (૧૬ જેટલા) ૦.૫ કિ.મી.થી ૭૦ કિ.મી.સુધી નિશાન તાકી શકે છે. તેમાં એક ૭૬ મી.મી.ની ગન ઉપરાંત 4 AK-630 CIWS છે. સબમરીનનો નાશ કરવા તેની પાસે ૫૩૩ મીમીના ચાર ટોરપીડો છે અને એન્ટી સબમરીન રોકેટ લોન્ચર (૨) પણ છે.

→ INS કોલકત્તા આધુનીક વૉરફેર ઇન્ફોર્મેશન શૂટ ધરાવે છે. તેનું પાવર ડિસ્ટ્રીબ્યુશન આર્કિટેકચર અને મોડયુલર કુ
ક્વાર્ટસ પણ ધ્યાનપાત્ર છે. તેના ૬૪ જેટલા એરમિસાઇલ હવામાં આક્રમણ કરશે. સુપર સોનિક Brahmos એન્ટીશીપ અને લેન્ડએટેક મિસાઇલ આ વર્ગના પ્રાથમિક
આક્રમણકારો છે. આવા ૧૬ મિસાઇલ એક સામટા ફાયર કરી શકાય છે. સબમરીનના ભુક્કા બોલાવી દેવા તેમાં ૪
ટોર્પિડો ટયુબ અને બે એન્ટીસબમરીન રોકેડ લોન્ચર પણ ફિટ કરવામાં આવ્યા છે. જહાજની મર્યાદા પણ જુઓ, આ
યુધ્ધજહાજમાં ૭ માર્ચ ૨૦૧૪ના દિને એક અધિકારી કાર્બનડાયોકસાઇડ લીકેજથી મૃત્યુ પામ્યા હતા. આ યુધ્ધ
જહાજના બરાક મિસાઇલ ઇઝરાયલ તૈયાર કરશે રડાર હજી નબળા છે અને લાંબા અંતરે આવેલી સબમરીન તેમાં દેખાતી નથી આ જહાજ અને તેનું એંજીન યુક્રેનથી આયાત
થયા છે. પરંતુ યુક્રેનની અસ્થિરતા જોતાં ભવિષ્યમાં કેટલાંક
ભાગોની આયાતમાં મુશ્કેલી પડી શકે છે. આટલી મર્યાદા હોવા છતાં આપણને તેના આગમનનો ગર્વ છે.



No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.