આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 20 September 2014

♥ સૌથી કરામતી જંતુ - કરોળિયો ♥

→ જંતુઓની દુનિયામાં કરોળિયા સૌથી વધુ રસપ્રદ અને કરામતી જીવ છે. પોતાની લાળ વડે જાળાં બાંધવાની શક્તિ માત્ર કરોળિયા પાસે જ છે.
વિશ્વમાં કરોળિયાની ૩૦૦૦ કરતાંય વધુ જાત જોવા મળે છે. બધા જ કરોળિયા માખી, મચ્છર, ફૂદાં જેવા ઊડતાં જીવડાંને જાળમાં ફસાવી તેનો શિકાર કરે છે.
કરોળિયાને આઠ પગ અને આઠ આંખો હોય છે. કરોળિયાને પેટ હોતું નથી પરંતુ તેના માથામાં પાચક રસ હોય છે.
→ કીડી જેવું જંતુ જાળમાં ફસાય ત્યારે કરોળિયો માથામાંથી પાચક રસ બહાર ફેંકીને તે જંતુનું પાચન કરી પછી તેમાંથી રસ ચૂસી જાય છે.
કરોળિયાના જાળામાં ક્યારેક કીડી મકોડાના ખાલી ખોખાં જોવા મળે છે.
→ જાળા બાંધવા માટે કરોળિયાના પેઢુમાં ખાસ ગ્રંથિ હોય છે. એકદમ સૂક્ષ્મ છિદ્રમાંથી લાળ જેવો પદાર્થ બહાર કાઢે છે. આ પદાર્થ ચીકણો, સ્થિતિસ્થાપક હોય છે. ઓક્સિજનના સંપર્કમાં આવવાથી આ લાળ મજબૂત તાર જેવી બની જાય છે.