આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday 3 September 2014

♥ અમેઝિંગ ફેક્ટ્સ ♥

→ દુનિયામાં કુલ 40 જાતનાં કેળાં થાય છે.

→ યહુદી ધર્મની સ્થાપના મોઝીઝે કરી હતી.

→ ડ્રાહલીયા નામનું ફૂલ જુદા- જુદા 42 રંગોમાં હોય છે.

→ જાપાનીઓ શબને બેઠેલી હાલતમાં દફનાવે છે.

→ બધીજ ગોકળગાયો દ્વિજાતિની હોય છે.

→ જિરાફ 15 -18 ફૂટ ઊંચું કૂદી શકે છે.

→ જિરાફની પૂંછડીના વાળ મોતી અને રત્નો પરોવવામાં વપરાય છે.

→ આફ્રિકાના બબૂલ જાતનાં વાંદરા વીંછીને ખાઇ જાય છે.

→ ટીપુ સુલતાનની તોપ હાલ ભુજના મ્યુઝિયમમાં છે.

→ તૈગ્રીસ નદીનાં કાંઠે અઢી મણ વજનનાં તરબૂચ થાય છે.

→ ન્યુ ગાયાનામાં 3 ફૂટ લાંબા ઉંદરો થાય છે.

→ વિશ્વનું મોટામાં મોટું દૂરબીન શિકાગોની વેધશાળામાં છે.

→ ચીનમાં ગાયનું દૂધ પીવું પાપ ગણાય છે.

→ મડાગાસ્કર નામના ટાપુ પર ટેનરેક નામના ઉંદર મળી આવે છે જેની લંબાઇ 8 થી 38 ફૂટ હોય છે.

→ કરોળિયો એક મિનિટમાં લગભગ 6 મીટર લાંબુ જાળું વણી શકે છે.

→ શિકારી પ્રાણીઓમાં સૌથી નાનું હ્રદય સિંહનું હોય છે.

→ સૌ પ્રથમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 1913 માં બનાવવામાં આવ્યું હતું.

→ કાચબા દ્વારા ઇંડાના સેવન બાદ 1000 બચ્ચાઓમાંથી ફક્ત એકજ બચે છે.

→ ડોલ્ફિન પ્રતિ કલાક 60 કિમીની ઝડપથી તરી શકે છે.

→ વીજળી તારમાંથી પસાર થતી નથી પરંતુ તે તારની આસપાસ રહેલા ફીલ્ડમાંથી પસાર થાય છે.

→ દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા એક પ્રકારના દેડકા 33 ફૂટ અને 5.5 ઇંચની છલાંગ લગાવી શકે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.